ક્લોલ ખાતે ગાંધીનગર શહેર ભા.જ.પ અને ગાંધીનગર જિલ્લા ભા.જ.પ દ્વારા સન્માન સમારોહ યોજાયો

ક્લોલ,  આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી માન. નીતિનભાઇ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાજી, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાજી, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, હસમુખભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ નૈલેશભાઈ શાહ, ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર : વિજય પટેલ, કલોલ

Read More

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ….

જોડિયા, સતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે જોડિયા પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઇ. એમ.આર.વાળા ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ સાથે હડિયાણા ગામે સાંજના સમયે ગામ આખા માં પેટ્રોલીગ દરમ્યાન માસ્ક વગર ના અને બાઈકચાલક ને અને ટ્રાફિક નિયમન વિશે ની સ્થાનિક લોકો માં જાગૃતિ લાવવા માટે અને માસ્ક વિનાના લોકો પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બાઈકચાલકો પાસે વાહનો ના કાગળો ન હોવાથી ગાડી ને ડિટેઇન કરવામાં આવેલ છે અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે ની પ્રતિક્રિયા કરવામાં આવી હતી. રિપોર્ટર :…

Read More

કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો.

છોટાઉદેપુર, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ નોવેલ કોરોના વાઇરસના કંટેગ્નેન્ટ ઝોનમાં 1 થી 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે. તથા કંટેગ્નેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમની કલમ -144 અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ -19 રેગ્યુલેશન્સ, 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -33 અને 34 અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. તે અન્વયે…

Read More

પાવીજેતપુર ના ફાંટા ગામે યુવકને કર સાથે દોરડા વડે બાંધી માર મારવનો વીડિયો વાયરલ થયો

છોટાઉદેપુર, મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામનો યુવક શાકભાજી નો ધંધો કરે છે. જે પોતાની ટવેરા ગાડી લઈ પાવીજેતપુર જઈ રહ્યો હતો, તે સમય દરમિયાન રસ્તામાં બે મોટા લાકડા આડ રૂપે મુકેલ હોય, તે કુદવીને ટવેરા ગાડી આગળ હંકારી હતી. થોડે આગળ જતાં ૨ બાઈક સવારે રસ્તો ઓળંગવા પર રોક લગાવી અને એ સિવાય બીજા સાત – આઠ લોકોએ ટવેરા ગાડી સાથે દોરડે બાંધીને ઢોર માર મારતો વીડિયો વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું જણાય છે. આ…

Read More

વિરમગામ ખાતે માનસિક તથા અપંગ દિકરી સાથે થયેલ દુષ્કર્મ પર સહકાર આપવાની ખાતરી આપી

વિરમગામ, વિરમગામ ખાતે માનસિક તથા અપંગ દિકરી સાથે થયેલ સામુહિક બળાત્કાર ની ઘટના બનેલ તે સંદર્ભે આજે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ના પ્રમુખ કરીમભાઈ તથા તેમની ટીમ તથા વિરમગામ ના મુસ્લિમ આગેવાન યાસીનભાઇ મંડલી તથા એડવોકેટ રૂખસાનાબેન ની આજે દિકરી ના પરિવારજનોને મળી સાંતવના આપી અને આગળની લડાઈ માં સાથ સહકાર આપવાની ખાતરી આપી. રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ

Read More

થાનગઢ ખાતે નગરપાલિકા નાં નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન

થાનગઢ, તા. 4/9/2020, શુક્રવાર ના રોજ સાંજે 8 કલાકે નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા, ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર, સેનીટેશન ચેરમેન વિજયભાઈ વારેવડીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પુજારા તથા થાનગઢ શહેર બન્ને મહામંત્રી લક્ષમણભાઈ અલગોતર, ભુપેન્દ્રભાઈ નકુમ તેમજ થાનગઢ શહેર યુવા ભાજપ મહામંત્રી ચિરાગભાઈ મીર નું વોર્ડનંબર-6 ના સ્થાનિક લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ. જેનું ભવ્ય આયોજન હીરાભાઈ મીર, ગગજીભાઈ (અજયભાઇ) મીર, જયેશભાઇ આલ, સાદુલભાઈ પરમાર, ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું. રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ

Read More