થાનગઢ ખાતે નગરપાલિકા નાં નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન

થાનગઢ,

તા. 4/9/2020, શુક્રવાર ના રોજ સાંજે 8 કલાકે નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા, ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર, સેનીટેશન ચેરમેન વિજયભાઈ વારેવડીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પુજારા તથા થાનગઢ શહેર બન્ને મહામંત્રી લક્ષમણભાઈ અલગોતર, ભુપેન્દ્રભાઈ નકુમ તેમજ થાનગઢ શહેર યુવા ભાજપ મહામંત્રી ચિરાગભાઈ મીર નું વોર્ડનંબર-6 ના સ્થાનિક લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ. જેનું ભવ્ય આયોજન હીરાભાઈ મીર, ગગજીભાઈ (અજયભાઇ) મીર, જયેશભાઇ આલ, સાદુલભાઈ પરમાર, ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment