કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો.

છોટાઉદેપુર,

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ નોવેલ કોરોના વાઇરસના કંટેગ્નેન્ટ ઝોનમાં 1 થી 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે. તથા કંટેગ્નેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમની કલમ -144 અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ -19 રેગ્યુલેશન્સ, 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -33 અને 34 અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. તે અન્વયે કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ હુકમ 1 થી 30 સપ્ટેમ્બરના 24 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા
ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સહિતા- 1860 ની કલમ -188, ધ ગુજરાત એપેડેમિક ડિઝાસ્ટર એકટ રેગ્યુલેશન, 2020 ની જોગવાઇઓ મુજબ સજા થશે. આમ 30 સપ્ટેમ્બર સુધી કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર પ્રમાણે અનુસરવા ગાઈડલાઈન જાહેર
કરવામાં આવેલ છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેયપુર

Related posts

Leave a Comment