આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ….

જોડિયા,

સતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે જોડિયા પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઇ. એમ.આર.વાળા ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ સાથે હડિયાણા ગામે સાંજના સમયે ગામ આખા માં પેટ્રોલીગ દરમ્યાન માસ્ક વગર ના અને બાઈકચાલક ને અને ટ્રાફિક નિયમન વિશે ની સ્થાનિક લોકો માં જાગૃતિ લાવવા માટે અને માસ્ક વિનાના લોકો પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બાઈકચાલકો પાસે વાહનો ના કાગળો ન હોવાથી ગાડી ને ડિટેઇન કરવામાં આવેલ છે અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે ની પ્રતિક્રિયા કરવામાં આવી હતી.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment