પાવીજેતપુર ના ફાંટા ગામે યુવકને કર સાથે દોરડા વડે બાંધી માર મારવનો વીડિયો વાયરલ થયો

છોટાઉદેપુર,

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામનો યુવક શાકભાજી નો ધંધો કરે છે. જે પોતાની ટવેરા ગાડી લઈ પાવીજેતપુર જઈ રહ્યો હતો, તે સમય દરમિયાન રસ્તામાં બે મોટા લાકડા આડ રૂપે મુકેલ હોય, તે કુદવીને ટવેરા ગાડી આગળ હંકારી હતી. થોડે આગળ જતાં ૨ બાઈક સવારે રસ્તો ઓળંગવા પર રોક લગાવી અને એ સિવાય બીજા સાત – આઠ લોકોએ ટવેરા ગાડી સાથે દોરડે બાંધીને ઢોર માર મારતો વીડિયો વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું જણાય છે. આ બનાવ બે ત્રણ દિવસ અગાઉ બની હોવાનું
માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા જ બોડેલી પોલીસે ફાંટાનાં તમામ 10 આરોપીઓની અટક કરી હતી. વીડિયો વાઇરલ થતાં જ બોડેલી પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચીને ફરિયાદ મુજબ દરેક લોકો વિરુદ્ધ
ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment