હિન્દ ન્યુઝ, કાલાવડ
હિન્દ ન્યુઝ દ્વારા કાલાવડમાં સોસાયટી બનાવતા બિલ્ડરો દ્વારા કરવામાં આવતા કોભાંડઓનો પર્દાફાશ ટુંક સમયમાં……
કાલાવડ નગરપાલિકાની હદમાં હાલ સોસાયટી બનાવતા બિલ્ડરોનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે,બેફામ બનેલા અને રાજકીય વગ રાખી બિલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારના પરવાના વગર અથવા એનકેન પ્રકારે અમુક પરવાનાઓ લઇ અને અમુક પરવાનાઓ ન રાખી બિલ્ડરો દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બિલ્ડરો દ્વારા ટોકન પેટે લાખો રૂપિયા ઓકાવી લીધાં બાદ સોસાયટીઓમાં મકાન આપવાના સોદાઓ કરી રહ્યા છે અને અમુક કહેવાતા મોટાં માથાના બિલ્ડરો દ્વારા અગાઉ આવા સોદાઓ કરી લાખોની કિંમતનાં મકાનો રો હાઉસઓનું વેચાણ પણ કરી દેવામાં આવ્યા છે
કાલાવડ ખાતે બની રહેલી અમુક ચોક્કસ સોસાયટીઓ અને અમુક અગાઉ બની ચુકેલી સોસાયટીઓનાં બિલ્ડરો દ્વારા સરકારશ્રીનાં નિયમો અનુસાર અમુક પરવાનાઓ લેવામાં આવ્યા છે અને અમુક ફરજિયાત પણે સોસાયટીઓ બનાવતા પહેલા લેવાંમાં આવતાં પરવાનાઓ હજી સુધી લેવામાં આવ્યા નાં હોવાનું અને આ સોસાયટીનાં બિલ્ડરો દ્વારા બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ચોક્કસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
કાલાવડમાં થોડા વર્ષો અગાઉ અમુક સોસાયટીનું નિર્માણ કાર્ય અને બુકિંગ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું અને આ સોસાયટીઓમાં મોટી સંખ્યામાં મકાનો અને રો હાઉસઓનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે છતા આં કહેવાતી સોસાયટીઓનાં બિલ્ડરો દ્વારા પણ અમુક ચોક્કસ પરવાનાઓ હજી સુધી મેળવ્યા નથી અને અહીં સૌથી મહત્વની અને ખાસ વાત એ છે કે આ બિલ્ડરો દ્વારા સોસાયટીઓની નજીકની શ્રી સરકારની અને ખરાબાની જમીનો ઉપર કબજો કરી પોતાની સોસાયટીની જમીન હોવાનું બતાવી આ જમીન ઉપર પણ મકાનો અને રો હાઉસો બનાવી દીધા બાદ આવા મકાનો અને રો હાઉસો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાખોની કિંમતમાં વેચી દેવાના પગલે સરકાર સાથે અને લોકો સાથે કરોડોનું કોભાંડ કર્યા હોવાનું પ્રતીત થવા પામે છે
કાલાવડના ભૂમાફિયાઓની લિસ્ટમાં હજી એક મોટો કિરદાર અહીં દર્શાવવાનો બાકી છે હા આ એક મોટો કિરદાર એટલે સરકારી જમીનમાં રીતસરનાં પ્લોટો પાડી લાખોમાં વેચાણ કરે છે અને કાલાવડ નગરપાલિકાની હદમાં છેલ્લા કેટલાક સમયથી સરકારની જમીન ઉપર કબજો કરી પ્લોટો પાડી વેચાણ કરતાં આ લેભાગું બિલ્ડરનાં આ કાળા કરતુતને નગરપાલિકા શા માટે આંખ આડા કાન કરે છે? કે પછી નગરપાલિકાનાં લાગતા વળગતાઓનો પણ આ કોભાંડમાં ચોક્કસ ટકાવારી છે? કે પછી ફિફ્ટી- ફીફ્ટી
કાલાવડના બિલ્ડરો તો કોભાંડીયા છે જ પરંતું કાલાવડના અમુક સ્કુલ સંચાલકો પણ આ બિલ્ડરોથી ઓછા નથી એમ પ્રતીત થવા પામે છે આ સ્કુલ સંચાલકો પણ ભૂમાફિયા બની બેઠા હોય એમ પોતાની સ્કુલની આજુબાજુમાં આવેલ સરકારની કરોડોની જમીન પચાવી પાડી આ જમીન ઉપર કબજો કરી અર્ધોઅર્ધ સ્કુલ આ સરકારી જમીનો ઉપર ચલવતા હોવાનુ જાણવા મળી રહ્યું છે
કાલાવડમાં હાલ બાંધકામ કરવામાં આવી રહેલી સોસાયટીઓ અને અમુક બુકિંગ શરુ કરવામાં આવેલ સોસાયટીઓમાં સરકારશ્રી ના કાયદાઓને નેવે મુકી અમુક પરવાનાઓ લીધા વગર અને પોતાની સોસાયટીની આજુબાજુ માં આવેલ સરકારી જમીન પણ પોતાની સોસાયટીની માલિકીની હોવાનુ કહી સરકારશ્રી ને અને લોકોને લાખોનો ચૂનો લગાડતા બિલ્ડરોના કોભાંડોનો ટુંક સમયમાં હિન્દ ન્યુઝ કરશે પર્દાફાશ !!!!!!!!