સુરતના ઉમરપાડામાં 2 કલાકની અંદર 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 5 ઈંચ

હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તો માંગરોળ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા બજારોમાં નદી વહેતી થઇ છે. સુરત જિલ્લા સહિત અન્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને વીઝીબલીટી ઘટી હતી અને વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા…

Read More

પ્રભાસ પાટણ ખાતે પાક નિષ્ફળ જવાથી તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જીલ્લાનાં વેરાવળ તાલુકામાં પ્રભાસ પાટણ ગામે અંદાજે 2000 થી વધારે ખાતેદાર જમીન ધરાવે છે. આ વિસ્તારમાં મોટા ભાગે મગફળી, સોયાબીન, શાકભાજી તથા અન્ય વાવેતર આ ઋતુમાં થયેલ હતું. સતત પડી રહેલ વરસાદનાં કારણે આ પાક સંપૂર્ણ નિષ્ફળ થયેલ અને હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે. જેથી તા. 14/9/2020 નાં રોજ પાક નિષ્ફળ નાં સર્વે માટે આ વિસ્તારમાં ખેતીવાડી શાખાના અધિકારીઓ નિરવ બી. ગોસ્વામી, શ્રીમતી હષાૅબેન જે વાળા આવેલ હતાં. આ સર્વે ટીમના અધિકારીઓ નું કહેવાનું હતું કે જે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે…

Read More

 વેરાવળ શહેર ના વોર્ડ ન ૧ અને વોર્ડ ન ૫ ના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ ના ૯૦ સોમનાથ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ને ફરિયાદ કરવામાં આવી. જેની જાતતપાસ માટે વિમલ ભાઈ ચુડાસમા વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા તથા ઉપપ્રમુખ અશ્વિન ભાઈ સૂયાણી, વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવીબેન ગોહેલ તથા ઉપપ્રમુખ રિઝવાનાબેન ચોહાણ ખંજનભાઈ જોષી હરેશભાઈ દ્વારા ૮૦ ફુટ રોડ દિવાનયા કોલોની મુસ્તુફા મસ્જિદ જેવા વિસ્તારો ની મુલાકાત લીધી અને સમસ્યાઓ સાંભળી હતી. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Read More

દિયોદર વિવિધ સંસ્થા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ નું સન્માન

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા પંચાયત કચેરી માં નવનિમિત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણ નું વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ દલિત સમાજ દ્વારા સન્માન અને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શાંતિ લાલ ગાગોલ, નરસીભાઈ પરમાર, મેવાભાઈ પરમાર, સરપંચ, કાળાભાઈ ધનકવાડા, પ્રકાશભાઈ છાપરા અને સમાજ ના આગેવાન મોટી સંખ્યા માં હાજર રહયા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ નું સન્માન કરવામાં આવતા આભાર વ્યક્ત કરવામાં આવ્યું. અહેવાલ :…

Read More

દિયોદર ભાજપ ના કાર્યકરો એ વડા પ્રધાન ના જન્મ દિવસ પર અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, દિયોદર આજે સમગ્ર ગુજરાત માં ભારત દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે યુવા ભાજપ અને તાલુકા ભાજપ ના કાર્યકરો દ્વારા પોલીસ મથક અને નાયબ પોલીસ મથક ના તમામ પોલીસ કર્મીઓ ને માસ્ક આપી ઉજવણી કરી હતી. ત્યારે બીજી તરફ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓ ને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, રમેશભાઈ યુ.ચૌધરી,…

Read More

જામનગર ખાતે ગત માહ રોટરી કલબ સેનોરાસ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર ખાતે રોટરી કલબ સેનોરાસ દ્વારા ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા’ નું પરિણામ ૨૮ઓગસ્ટ ના જાહેર કરાયુ હતું. જેમાં અલગ અલગ તાલુકા અને જિલ્લાઓ માથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભારત ની બહાર કેનેડા તેમજ યુ. એસ થી પણ સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સ્પર્ધકો એ અવનવી ગણેશ ની મૂર્તિઓ બનાવી પોતાની કલા લોકો સમક્ષ બહાર લાવ્યા હતા. જે સ્પર્ધક વિજેતા નિયુક્ત થયા હતા. તેઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણ રાખવામાં આવ્યું. જેમાં મુખ્ય ત્રણ ઇનામ રાખવામાં આવ્યા. બાળા ને અને યુવા ને પણ આમ…

Read More

થરાદ-વાવ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત…..

હિન્દ ન્યૂઝ, વાવ થરાદ વાવ ઉપર અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માત માં બાઇકચાલકનું કમકમાટી ભર્યું ઘટનાસ્થળે મોત .. અકસ્માત થતા હાઇવે પર ટ્રાંફિક જામ થયો પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે મૃતક ની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ.. રિપોર્ટર : મનુ સોલંકી, થરાદ

Read More

વિરમગામ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરી વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વિરમગામ, વિરમગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપ દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ની ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. તેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ના પ્રમુખ માન. ઋત્વિજભાઈ પટેલ તેમજ વિરમગામ શહેર તથા તાલુકા ભાજપના અગ્રણીઓ હાજર રહેલ. રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Read More

  થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 20 થી વધુ બાઈક ચાલકોને દંડ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 20 થી વધુ બાઈક ચાલકોને દંડ બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતા હાઇવે માર્ગો, થરાદ ચોકડી પાસે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનુ પાલન કરવામાં આવ્યું હતુ. જેમાં હેલ્મેટ તથા માસ ના હોય તે બાઈક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં 20 થી બાઈક ચાલકોને નિયમ નું પાલન ન કરવા બદલ સ્થળ ઉપર દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે થરાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કાયદાનું વાહનચાલકો પાલન કરે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે થરાદ ડીસા હાઇવે માર્ગ પર કાયદાનું પાલન કરવામાં આવ્યું…

Read More

મોરબી ખાતે માલધારી યુવા એ મૂંગા પ્રાણી નો બચાવ્યો જીવ

હિન્દ ન્યુઝ, મોરબી, વટામણ ચોકડી હાઇવે પર એક ગાય ને કોઈ અજાણ્યા ટ્રક વાળા એ ઠોકર મારતાં ગાય ને ઈજા થઈ, જેની જાણ માલધારી યુવા સંગઠન (મોરબી) ના સભ્ય ભરતભાઈ મીર, ભરવાડ (રામપુર ધોળકા) અને તેના સાથી મિત્રો ને જાણ થતાં તરત જ ઘટના સ્થળે દોડી જતા ગુજરાત સરકાર દ્વારા પશુ એમ્બ્યુલન્સ ને બોલાવી ઘાયલ ગૌમાતા ને સારવાર અપાવી માનવતાનું કાર્ય કર્યું. તેમજ માલધારી સમાજના તેમજ તેઓના મિત્ર મંડળે ભરતભાઈ મીર ને આ પુણ્ય નું કામ કર્યું હોવાથી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોટૅર : વિનોદ બાંભવા, મોરબી

Read More