દાંતા તાલુકા નું અંબાજીયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળો 300 વર્ષ માં પહેલી વાર બંધ

બનાસકાંઠા, દાંતા તાલુકા નું અંબાજીયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળો 300 વર્ષ માં પહેલી વાર બંધ ગુજરાત નું શકિત પીઠ એવું જગત જનની માં અંબા ના ધામ આજ થી 12 દિવસ સુધી સદંતર મંદિર બંધ રાખવામાં આવ્યુ છે. 300 વર્ષ ના ઈતિહાસ માં ભાદરવી પૂનમ નો મેળો કોરોના વાયરસ ને ધ્યાન માં રાખી રદ કરવામાં આવ્યો છે, જેથી આજ રોજ થી અંબાજી માતાજી નું મંદિર 12 દિવસ સુધી બંધ રહેશે અને માતાજી ની આરતી મંદિર દ્વારા ભક્તો ઓનલાઇન જોઈ શકે તેવી વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ,…

Read More

માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા મેડમ જોડિયા તાલુકાની મુલાકાતે

જોડિયા, માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા મેડમ ની જોડિયા તાલુકામાં પડેલ તા.23-24/8/20 અતિભારે વરસાદને કારણે થયેલ ઘર વખરી, ખેતીના તથા જમીન ધોવાણ, રોડ રસ્તા તથા નાલા પૂલિયા ડેમેજ, નુકસાની તાગ મેળવેલ તેમજ જામદુધઈ, માવનુગામ, માણામોરા, આજી-4 પુલ તેમજ કડલાં અને જામનગર કોસ્ટલ હાઇવે પર જોડીયા તાલુકા ના નવા માવનુગામ ગામ પાસે નાળું બેસી જવાથી હાઈવે બંધ કરવો પડ્યો હતો. તે સ્થિતિ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી જોડીયા હાજર રહ્યા હતા. જોડિયા ઉડ નદી જ્યાં દરિયામાં સમાય જાય છે. તે પુલ ની પરિસ્થિતિ જાણી હતી.…

Read More

ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કયૉ

નેત્રંગ, તા.૨૪-૮-૨૦૨૦ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોટાભાગના ખેડુતો ડુંગરાળ વિસ્તારમાં ખેતી થતી હોય છે ત્યારે ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કર્યો છે, પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ ખેડુતો ખેતરમાં બળદોની મદદથી હળ ચલાવતાં નજરે પડતાં હોય છે.,ગરીબ ખેડુતો કે જેમની પાસે બળદ નથી તેઓ પોતાના હાથથી હળ ખેંચતાં હોય છે, અને હાલના સમયમાં ખેડુતો ટ્રેકટર,કલ્ટી, પ્લાવ અને ઓરણીયા વડે ખેતીકામ કરતાં હોય છે, પરંતુ નાના સીમાંત જે ખેડુતો હોય છે,તે ખેતીમાં આધુનિક ખેતઓજારનો ઉપયોગ કરી શકતા નથી, તેવા…

Read More

ગઢડા તાલુકાના બે વર્ષ જૂની ગુમ થયેલી નયનાબેન ને શોધી પાડતી ઢસા પોલીસ

ગઢડા, મ્હેં. ડી જી. પી. ગુ. રા. ગાંધીનગર નાઓની ગુમ /અપહરણ થયેલ બાળકોને શોધવા તા. ૬/૦૮/૨૦૨૦થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી સ્પેશ્યલ ડ્રાયવનું આયોજન કરેલ હોઈ જે ડ્રાયવ અનુસંધાને મ્હેં. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા બોટાદ, નાઓએ હાથ ધરેલ ઝુંબેશ અંગે ના. પો. અધિ. રાજદીપસિંહ નકુમ સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમ બનાવેલ. જેથી ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર જે. વી. ચૌધરી નાઓએ ગુમ /અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સૂચના કરેલી દરમ્યાન ઢસા પોલીસ સ્ટેશન ના અ. હે કો. હરેશભાઇ…

Read More

ચોરવાડ ખાતે નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી નો ફરીવાર દબદબો………

ચોરવાડ, ચોરવાડ નગરપાલિકા પ્રમુખ પદે ફરી વાર 90 સોમનાથ ના કોંગ્રેસ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના ધર્મપત્ની (કોંગ્રેસ પાર્ટી ના ) શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા ની સર્વેનુમતી વરણી. કોંગ્રેસ પાર્ટી નો ફરીવાર ચોરવાડ નગર પાલિકા માં દબદબો. રિપોર્ટર : સઈદ મહિદા, ગીર સોમનાથ

Read More

ઝાલોદ નગર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ

ઝાલોદ, ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી આજે સોમવાર ના રોજ પાલિકા ના સભાખંડ માં રાખવામાં આવી હતી. જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ ચૂંટણી માં પ્રમુખ તરીકે બિનહરીફ તથા કોંગ્રેસ સમર્થિત ૧૨ જેટલા સભ્યો ના વોક આઉટ બાદ ઉપ પ્રમુખ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ઝાલોદ નગર પાલિકા ની ચુંટણી ને લઈને ઝાલોદ માં ભારે ઉત્કંઠા ફેલાઈ હતી. જેને લઇને આજ સોમવાર ના રોજ યોજાયેલી આ ચૂંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું. તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ…

Read More

સુરત ખજોદના ડાયમંડ બુર્સમાં એન્જિનિયર યુવાનનું ભેદી મોત

સુરત, સુરત ખજોદના ડાયમંડ બુર્સ તે પર્વત ગામમાં રહેતો એન્જિનિયર તનય ત્રિવેદી રહસ્યમય આ સંજોગોમાં બેભાન થયો હતો. તનયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.  ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો. પરિવારનો એકનો એક પુત્ર હતો. બનાવ અંગે કંપનીમાંથી પરિવારજનોને ફોન પણ કર્યો નહોતા. મોત અંગે સ્ટાફના. સભ્યોએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પરિવારે યોગ્ય તપાસની માંગ કરી છે. સુરત ખટોદરા પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

        પાલનપુર માં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા નું આગમન ….

બનાસકાંઠા, પાલનપુર તાલુકા ના દરેક ગામોમાં અને શહેરી વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેથી ઠેર ઠેર પાણી જ પાણી અને ગરમી માંથી મુક્તિ મળી ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકો હાસ કારો લઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડેલ હોવાથી જેથી દાંતીવાડા ડેમ માં પણ પાણી ની આવક ઉપરવાસ માં પડેલ વરસાદ થી પાણી ની સપાટી વધી સે બાલારામ જેવી નદી ઓ પણ આવી રહી છે. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, બનાસકાંઠા

Read More

છોટાઉદેપુર નગરપાલિકાની બીજા ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી “બસપા” ફરી સત્તામાં

છોટાઉદેપુર, છોટાઉદેપુરનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છોટાઉદેપુર નગરપાલિકાની બીજા ટર્મની નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નાયબ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી હતી. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા નવેસરથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. આજે યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની સામાન્ય ચૂંટણીમાં ૨૮ સદસ્યો પૈકી ૨૫ સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં ભાજપનાં ચાર સદસ્યો પૈકી ત્રણ ગેરહાજર રહ્યા હતા આજની ચુંટણી ઔપચારિક બની હતી. પ્રમુખ તરીકે નરેનભાઈ જયસ્વાલ વિરુદ્ધ કોઈ સદસ્યએ ઉમેદવારી નહી નોંધાવતા તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ…

Read More

વેરાવળ શહેરના પોલીસ ઓફિસર ડીડી પરમારના અધ્યક્ષ સ્થાને એકતા સમિતિ ની મીટીંગ બોલાવેલ……

વેરાવળ, વેરાવળ શહેરમાં આગામી તહેવારો ગણેશ સ્થાપન વિસર્જન મોહરમ અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા વેરાવળ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજ ના જન પ્રતિનિધિ તથા શાંતિ સમિતિ ના સભ્યો સાથે મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં ગણેશ સ્થાપન વિસર્જન મોહરમ તથા તહેવારો આવી રહેલ હોય અને આ તહેવારમાં લોકો એકત્રિત થવાની સંભાવના રહેલ હોય આ મીટીંગમા હાજર તમામ અપીલ કરવામાં આવેલ કે આગામી સમયમાં આવતા તહેવારોમાં જાહેરમાં કોઈ સભા ઝુલુસ સરઘસ વિ.નુ આયોજન ન થાય. કોઈ પણ પ્રકારના વિસર્જન માટે ચોપાટી બંદર કે નદી કાંઠે જવા ઉપર પ્રતિબંધ હોય જાહેરનામાનો…

Read More