જામખંભાળીયા ના રામનાથ સોસાયટીમાં 20 લાખના ખર્ચે સીસી રોડનુ કામ શરુ કરાયુ

જામખંભાળીયા શકિતનગર ગ્રામ પંચાયત દ્વારા સદસ્ય વિપુલભાઈ ગોકાણી ની સક્રિય મહેનતથી તથા જિલ્લા ભાજપ પ્રમુખ તથા સોસાયટીના વડીલ કાળુભાઈ ચાવડા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રામનાથ સોસાયટી ના રોડ તથા પેટા ગલીઓમાં અંદાજિત ૨૦ લાખના ખર્ચે સીસી રોડના કામ નું મુહૂર્ત આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા તથા જાણીતા વેપારી આગેવાન તથા રામનાથ સોસાયટી ના વડીલ મોહનભાઈ બથીયા ના હસ્તે શ્રીફળ વધેરી કામ શરૂ કરવામાં આવ્યું હતું.

Read More

પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ના મહિમાને ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ નું આયોજન કરવામાં આવ્યું  

પાટણમાં રાણકીવાવ વિરાસત સંગીત સમારોહનો આજથી થશે પ્રારંભ… રાણીની વાવ અને સમગ્ર સંકુલ ભવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું…. સંગીત સમારોહમાં રાણકી વાવ રોશનીથી ઝળહળી ઉઠી… પાટણ જિલ્લા વાસીઓ માટે રાણીની વાવમાં બે દિવસ નિઃશુલ્ક પ્રવેશ અપાશે… આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે… આ કાર્યક્રમમાં  7000 થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી… સુપ્રસિદ્ધ ગાયક હરીહરન, પદ્મશ્રી લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી ઉપસ્થિત રહેશે… લોક ગાયક જીગ્નેશ કવિરાજ અને ગીતાબેન રબારી પણ ઉપસ્થિત રહેશે… રિપોર્ટર :  ભગીરથસિંહ જાડેજા 

Read More

ગોંડલ / સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ- 8 દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં પોલીસબેડાના હથિયારોનું પ્રદર્શન

ગોંડલમાં  આર.પી. ગૃપ – ૮ એવોર્ડ સમારોહમાં હથિયાર પ્રદર્શન સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ – 8 દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં પોલીસબેડાના હથિયારો દર્શાવાયા એસ . આર . પી . ગ્રુપ – ૮ના સેનાપતિ ડો . જગદીશ ચાવડા અને ડી.વાય.એસ.પી. પી.વી. ચૌધરી માર્ગદર્શન હેઠળ પ્રેસીડન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં વિવિધ હથિયારો જેવાં કે , હવાઈ હુમલો માટે એલ.એમ.જી. ત્રિપાઈ,ઈન્સાસ રાઈફલ , એ.કે. ૫૦, ઓટોમેટિક કલાસ નિકોવા – ૪૭,એસ.એલ . આર.,સેલ્ફ લોડીંગ રાઈફલ,ઘાતક રાઈફલ એસ, આર.જી. રાઇલ,શોર્ટ મશીન ગન,ગેસ ગન વગેરે હથિયારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું . એસ.ડી.આર. એફ. ટીમ ગ્રુપ –…

Read More

માંગરોળ તાલુકાના લોએજ ગામે બ્લડ ડોનેશન નેત્ર નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

માંગરોળ તાલુકાના લોએજ ગામે એસ ડી બી હાઇસ્કુલ ખાતે આજે રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જૂનાગઢ જિલ્લાના સેવાભાવી આગેવાન અને ધૂપસળી જેવું જીવન જીવી જનાર સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મણભાઈ નંદાણીયા ની 11મી પુણ્યતિથિ નિમિત્તે એસ ડી બી હાઇસ્કુલ લોએજ મુકામે રક્તદાન નેત્રનિદાન તથા સર્વ રોગ કેમ્પનો આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટરોએ સેવા પૂરી પાડી હતી આ કેમ્પમાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઈફ સંસ્થા દ્વારા લોહી બોટલ સો જેટલા રક્તદાતા ઓ એ લોહીનું દાન કરીને કોઈનું જીવન બચાવવા આગળ આવ્યા તેમજ નેત્ર નિદાન કેપમાં ૧૫૮ દર્દીઓએ નિદાન કરાવેલ…

Read More

પાન્છા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો શોભાના ગાંઠિયા સમાન

દાંતા તાલુકાના પાન્છા ગ્રામ પંચાયતમાં જ્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું લોકોના મુખે જાણવા મળ્યું છે.આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજના લોકો મોટા પ્રમાણમાં અભણ હોવાથી સરકારી યોજના માં કેટલા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે અને કઈ યોજનાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેની જાણકારી હોતી નથી. ગ્રામ પંચાયતમાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકો સુધી મળતો નથી . અને તમામ ગ્રાન્ટો સરપંચ અને તલાટી દ્વારા પોતાના ઘરે લઈ પોતાનો વિકાસ કરે છે. આ બાબતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી. ગામના…

Read More

પાટણ જિલ્લાના રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન ૧૪ મા સોમવારે આંદોલન ચાલુ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ માં ડોક્ટર અને સ્ટાફ મુકવા માટે અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સીવીલ હોસ્પિટલ બનાવવા માટે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે જેમાં ત્રણ માંગો સાથે દર સોમવારે રેફરલ હોસ્પિટલ ખાતે સહી ઝુંબેશ અને આરોગ્ય મંત્રી હાય હાય ના નારા લગાવવા માં આવેશે ત્યારે આજરોજ  સોમવારે પણ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી  . અને આરોગ્ય મંત્રી હાય હાય હાય ના નારા લગાવ્યા હતા અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સીવીલ નો દરજ્જો  આપો અને ડોક્ટર…

Read More

જૂનાગઢ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ની બીભત્સ વિડિઓ ક્લિપ ઉતરી બ્લેમેઇલ કર્યા ની ફરિયાદ

જૂનાગઢ માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજી ની બીભત્સ વીડિયો કલીપ વાઇરલ કરી બ્લેકમેઇલ કર્યાની સ્વામીજીએ કરી પોલીસ ફરિયાદ જેમાં અમદાવાદ ની હનીબની હોટલ માં લલચાવી ફોસલાવી યુવતી સાથે વિડિઓ ક્લિપ ઉતારી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ની સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતને સ્વામીજીને ફસાવ્યા અને આવા ખોટા નામો ધારણ કર્યા સ્વામી અને યુવતીની અંગત પળોની વિડિઓ ક્લિપ બનાવી ૫૦ લાખ ની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ નાણાં નહિ આપે તો ક્લિપ વાઇરલ કરી બળાત્કાર ની ફરિયાદ કરવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે માંગરોળ પોલીસે ફરિયાદ…

Read More

માંગરોળ માં લુખ્ખા અને આવારા તત્વો સામે લાલ આંખ કરતી માંગરોળ પોલીસ

માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં વધતી જતી રોમિયોગીરી અને સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસીસો ની આજુબાજુ ફરતા લુખ્ખા અને આવારા તત્વો ના અસહ્ય ત્રાસથી ત્યાંથી પસાર થતાં વિદ્યાર્થીનીઓ તેમજ બહેન દીકરીઓને નીકળવું ખુબજ મુશ્કેલ થતું હતું તેનાથી તે બાબતે થોડા દિવસ અગાવ માંગરોળ પોલીસ સ્ટેશને પોલીસ અધિકારીને એક આવેદન આપી આ બાબત ની રજુઆત કરી માહિતગાર કરવામાં આવેલ તેમાં વહેલી સવારે તથા શાળા છુંટવા સમય દરમિયાન પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવેલ હતી ત્યાર બાદ માંગરોળ પોલીસ દ્વારા આ બાબતે તાત્કાલિકજ કડક કાર્ય વાહી હાથ ધરવામાં આવી…

Read More

રાધનપુર તાલુકા સરકાર પુરા ગામે બે નીલ ગાય ને ગોળી મારી હત્યા

પાટણ બ્રેકિંગ  રાધનપુર તાલુકા સરકાર પુરા ગામે બે નીલ ગાય ને ગોળી મારી કરવામાં આવી હત્યા જીવદયા પ્રેમીઓમાં જોવા મળ્યો રોષ રાધનપુર પોલીસને કરવામાં આવી જાણ રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી એક આરોપી ની ધરપકડ સુત્રો એ જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી નીલ ગાયો ની    હત્યા કરી મોત ને ઘાટ ઉતારેલ છે સરકાર પુરા ગામ ના તળાવ માં બંદૂક ના ભડાકા થી ગોળી મારી કરવામાં આવી હત્યા ધોળા દિવસે દસ વાગ્યે ના સમયે સરકાર ગામના તળાવ માં ગોળી મારી નીલગાયો ની કરવામાં આવી હત્ય એક આરોપી બંદુક સાથે ધરપકડ…

Read More

અમદાવાદના નારોલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી

અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 11 ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલેસોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે…

Read More