કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે ટ્રક અને કાર અકસ્માત થતા પાંચ ના મોત

કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે ટ્રક અને કાર અકસ્માત થતા પાંચ ના મોત

કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે આજરોજ સાંજે પાંચ વાગ્યા ના અરસામાં એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં જામનગર જિલ્લાના પાંચ લોકોનુ કમકમાટી ભર્યુ મોત નીપજવા પામ્યુ છે. આ અકસ્માત માં મોત નીપજનાર પાંચેય લોકો જામનગર ના હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યુ છે. આ ગંભીર અકસ્માત ના પગલે થોડા સમય માટે રસ્તા ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાય હતી. જોકે પોલીસે તાત્કાલિક આવી ટ્રાફિક હળવો કરી વધુ તપાસ હાથ ધરી હતી

Read More

મુન્દ્રાનુ એવર રેડી ટીન વિંગ્સ ગ્રુપ માનવ સેવામાં મોખરે

મુન્દ્રાનુ એવર રેડી ટીન વિંગ્સ ગ્રુપ માનવ સેવામાં મોખરે

એવર રેડી ટીન વિંગ્સ નામનું ગ્રુપ આજકાલની યુવા પેઢી સામાજિક સેવાસેતુ નું ભગીરથ કાર્ય સુપેરે નિભાવી રહી છે. જે મુન્દ્રામાં (કચ્છ) ચાલે છે. જેમાં શહેરીજનોનો પણ ખુબ જ પ્રેરણાદાયી આર્થિક અને શારિરીક સહયોગ આપી માનવ મૂલ્યોને ઉજાગર કરતી આ કેડીને સતત સાથ અને સહકાર પુરો પાડે છે. આજના ડિજિટલ યુગમાં યુવાધન સતત મોબાઇલમાં રચ્યું પચ્યું રહે છે. . એવા સમયગાળામાં તેમને યોગ્ય દિશા તરફ વાળી, એક જૂથ કરીને, પોઝિટિવ માર્ગદર્શન વડે સેવાકાર્યનું જીવતું જાગતું ઉદાહરણ છે. મુન્દ્રાના શિક્ષિતમિત્રોએ શહેરના તરવરિયા વિધાર્થીઓને અને ઉત્સુક મિત્રોને સાથે જોડી આ ગ્રુપની રચના કરી….

Read More

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં મળવાપાત્ર સહાય જોગ

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં  મળવાપાત્ર સહાય જોગ

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં  મળવાપાત્ર સહાય જોગ જામનગર તા.૦૬ ડિસેમ્બર,જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ વર્ષે બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં (ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો અને વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો) સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ખુલ્લા મુકવામાં આવેલ ઓનલાઈન આઈ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતીના દાખલા (અનુસુચીત જાતી માટે),આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયતનિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં ૦૨૮૮ ૨૫૭૧૫૬૫)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં…

Read More

મોટરસાયકલ માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

મોટરસાયકલ માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

-વ્હીલર (મોટર સાયકલ) માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના   ઇ-ઓકસનમાં ભાગ લેવા અંગે જામનગર તા.૦૫ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર (મોટર સાયકલ) માટેની નવી સીરીજ જીજે-૧૦-ડીએફ સીરીજના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૭-૧૨-૨૦૧૯ થી ૧૩-૧૨-૨૦૧૯ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૧૪-૧૨-૨૦૧૯ થી ૧૫-૧૨-૨૦૧૯ના બપોરના ૧૧.૫૯ કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ તા.૧૫-૧૨-૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે….

Read More

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

? ચક્ષુદાન મહાદાન? જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન માંગરોળમાં તા.૦૫-૧૨-૨૦૧૯ માગશર સુદ સાતમના રાત્રે જેઠવા પરિવારના સ્વ.શારદાબેન ગોવિંદભાઈ જેઠવા(ઉ.વર્ષ.૬૫) {રહે.કજુ ફળિયા.}કે જેઓ જગદિશભાઈ ગોવિંદભાઈ જેઠવાના માતૃશ્રી થાય છે કે જેઓ આજે સ્વર્ગવાસી થયેલ છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને આથી મેહુલભાઈ દ્વારા જાણ કરતાં રાજેશભાઈ સોલંકી(લોએજ),તેમજ સુમિતભાઈ વાઢિયા(મકતુપુર) દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા.જે ચક્ષુનો સ્વિકાર સુમિતભાઈ વાઢિયાએ કરી શિવમ્ ચક્ષુદાન આરેણાને અર્પણ કરતા આરેણા ગામના અને ડી.ડી.ભારતી આર્ટ &કલ્ચર ચેનલના પત્રકાર…

Read More