ધ્રોલના જાયવા ગામના રૂદ્વારાજને મળ્યું નવજીવન

જામનગર, પ્રજાવત્સલ અને દરેક વર્ગ માટે સંવેદનશીલ એવી રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત નવા પગલાં ભરતી રહી છે. આરોગ્ય, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશા લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતાં રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો અને તેની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. સમાજનાં બાળકો, યુવાનો હોય કે વૃધ્ધો એટલે કે સમાજનું ભવિષ્ય, વર્તમાન નિર્માતાઓ કે અનુભવી ભવ્ય વારસો રાજ્ય સરકાર સતત તેમને પ્રોત્સાહિત કરી, તેમનું ઘડતર અને જાળવણી થાય તેની ચિંતા કરે છે. સમાજનું ભવિષ્ય એવા બાળકો આવતીકાલનો પાયો…

Read More

ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધિને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી તેમના દ્વારા અન્ય ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીના પાઠ

જામનગર, તા.૫/૧૨/૧૯ થી સાત દિવસ સુધી રાજ્યભરમાં શરૂ થયેલ પ્રાકૃતિક ખેતી અંગેનું વડતાલ ખાતેથી જીવંત પ્રસારણ રાજ્યના તમામ જિલ્લામાં કરવામાં આવેલ હતું. આ દરમ્યાન જામનગર જીલ્લાના ઘૂનડા ગામે સંતશ્રી જેન્તીરામ બાપા આશ્રમ ખાતે ગત તારીખ ૦૫ ડીસેમ્બર થી ૧૧ ડીસેમ્બર દરમ્યાન પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ સેમીનારમાં જામનગર જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં…

Read More

સમગ્ર ગુજરાતમાંથી ફકત રાજકોટની આઇ.ટી.આઇમાં રૂ. ૮૦ લાખના ખર્ચે સેમસંગ ટેકનિકલ સ્કુલના સહયોગથી વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે વિશિષ્ટ કૌશલ્ય

ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઓદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારશ્રીએ સફળતાપુર્વક અમલીકૃત કર્યા છે. રાજકોટ આઈ.ટી.આઈ કે જેની સ્થાપના વર્ષ ૧૯૫૯ માં કરવામાં આવી હતી. તેનો મહત્વનો હેતુ બદલાતા સમયના મૂલ્યને અનુરૂપ રાજ્યના આર્થિક અને સામાજિક રીતે ટકાઉ વિકાસ માટે વ્યાવસાયિક તાલીમ દ્વારા ગુણવત્તા અને ઉદ્યોગને અનુરૂપ…

Read More

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામનગર, તા.૧૨ ડિસેમ્બર, તા.૨૬-૧૨-૨૦૧૯ થી તા. ૨૮-૧૨-૨૦૧૯ દિવસ- ૦૩ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Read More

નેટ બેંકિંગ, એટીએમ સુવિધા અંગે જામનગર પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રાહક મેળો

જામનગર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ગ્રાહકો માટે અનેક સુવિધા શરૂ કરાઇ જામનગર તા. ૧૨ ડિસેમ્બર, ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત જામનગર ટપાલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસશ્રી ટી.એન.મલેક દ્વારા રિલાયન્સ ગ્રીન્સ પોસ્ટ ઓફિસ ખાતે તાજેતરમાં તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ ગ્રાહક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નેટ બેંકિંગ, એટીએમ સુવિધાનો ગ્રાહકોને લાભ આપવાની સાથે ગ્રાહક મેળામાં આવેલા તમામ નાગરિકોને શુભેચ્છા ભેંટ આપવામાં આવી હતી. આ તકે પોસ્ટ ઓફિસ દ્વારા બચત બેન્કના ખાતેદારોને ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત નેટ બેંકિંગ, નિશુલ્ક એટીએમ કાર્ડ સુવિધા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના મધ્યમથી પોસ્ટ ઓફિસના ખાતામાં મોબાઇલ…

Read More

ગોંડલમા નગરપાલિકાની પાણીની મુખ્ય પાઇપ લાઇન માંથી પાણી ચોરી કરી રહેલ સર્વીસ સ્ટેશન પર વોટરવર્કસ શાખા ત્રાટકી..

ગોંડલ, તા.:-૧૨/૧૨/૨૦૧૯ શહેરનાં અલખ ચબુતરા પાસે આવેલ ચામુંડા સર્વીસ સ્ટેશન માં મુખ્ય પાઇપલાઇન માં થી ગેરકાયદેસર રીતે નળ કનેક્શન મેળવી ૨૪ કલાક પાણી ની બેફામ ચોરી થઇ રહયાં ની જાણ વોટરવર્કસ નાં ચેરમેન અનિલભાઈ માધડ ને થતાં તંત્ર ને સાથે રાખી સર્વિસ સ્ટેશન પર ત્રાટકતાં બાજુમાં થી પસાર થતી નગરપાલિકા હસ્તક ની મુખ્ય પાઇપ લાઇનમાં થી ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણી ની બેફામ ચોરી કરાઇ રહ્યાં નું બહાર આવતાં આકરે પાણીએ બનેલાં ચેરમેન માધડે કનેક્શન કાપીનાખી ફોજદારી કાર્યવાહી કરવની તજવીજ હાથ ધરતાં પાણી ચોરી કરતાં તત્વો માં ફફડાટ ફેલાયો છે. ચામુંડા…

Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલ માં બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશન સેમિનાર

માર્ચ 2020 ની પરીક્ષા જયારે દરવાજા પર ટકોર કરી રહી છે. પરીક્ષાને ગણ્યા ગાંઠ્યા દિવસો જયારે બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલો પરીક્ષાનો ડર કઇ રીતે દૂર કરવો જયારે પરીક્ષા નજીક આવી ગઈછે, ત્યારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. વાંચનનું આયોજન કઇ રીતે બનાવવું, આપણી બનાવેલી ડ્રિમ માર્કસીટ સુધી પહોંચવા કઇ રીતે તૈયારીઓ કરવી, જીવનમાં ગોલનું મહત્વ તેમજ ગોલ સુંધી પહોંચવા કઈ રીતે તૈયારી કરવી, સમયનું મહત્વ, જીવનમાં 1મિનિટ નું મૂલ્ય શુ રહેલું છે? વગેરે મુદ્દાઓ પર શ્રેષ્ટ તેમજ સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર તેમજ ટ્રેનર વિજય રાયચુરા દ્વારા માર્ગદર્શન અને મોટિવેશન આપવામાં…

Read More