વંથલી ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર…. ભારત મા બેરોજગારી ભરડો લઈ ગઈ છે, હક્ક માગતા યુવાનો પર પોલિસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામા આવી રહ્યો છે… એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળા ની ભરતી ની લાઇન મા લાગ્યા છે ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે.. રોજ 2-5 હજાર કમાઇ પણ લે છે.. વાત છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની… ગઇ કાલે આરોગ્ય ટીમે વંથલી ના કણઝા ગામે રેઇડ કરી બે ડિગ્રી વગર ના ડોકટરો ને ઝડપી પાડ્યા છે… બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકિ નામના બંને…
Read MoreDay: December 7, 2019
હૈદરાબાદ ગેંગ રેપ પીડિતાને ન્યાય મળતા જામખંભાળિયા ભાજપ ધ્વારા ઉજવણી..
જામખંભાળીયા હૈદરાબાદ માં બનેલ નિર્દય ઘટના માં વેટરનરી ડોક્ટર સાથે સામુહિક દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી અને તેને સળગાવી દેનાર ચારે શખ્સોને હૈદરાબાદ પોલીસે શુક્રવારે વહેલી સવારે એન્કાઉન્ટર કરી ઢેર કર્યા હતા. આ ઘટનામાં વેટરનરી ડૉક્ટર ને સાચો ન્યાય મળતા દેવ ભુમી દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને જિલ્લા સદસ્ય મયુરભાઈ ગઢવી, આગેવાનો અને ભાજપ કાર્યકરો ધ્વારા જોધપુર નાકા પાસે તેલંગાણા પોલીસ જિંદાબાદ ના સૂત્રોચ્ચાર કરી ફટાકડા ફોડી તેલંગાણા પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યું હતુ.
Read Moreજામનગરને દસ 108 એમ્બ્યુલન્સની ફાળવણી
જામનગર, ગત રોજ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી અતિઆધુનિક દસ ૧૦૮ એમ્બ્યુલન્સની શહેરના જિલ્લા પંચાયત સર્કલ પાસે રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ જોષી તથા અન્ય આગેવાનો સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Read Moreજૂનાગઢ જિલ્લામાં આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આરેણા ગામમાં સરકારી આયુર્વેદ દવાખાનુ-વિસણવેલ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનુ સુંદર મજાનુ આયોજન થયુ હતુ.આ કેમ્પ જીલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.શાહ સાહેબના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવામાં આરેણા ગામના સરપંચશ્રી સોમાતભાઈ રામ,શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયા,આગેવાનો,આયુર્વેદ પ્રેમીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કેમ્પમાં રોગપ્રતિકારક તેમજ શક્તિવર્ધક આયુર્વેદ ઉકાળાનુ પાન કરાવવામાં આવ્યુ હતુ.તેમજ આયુર્વેદ ડૉ.શ્રી જે.બી.ખેરાણી સાહેબ દ્વારા જનરલ ઓ.પી.ડી.લેવામાં આવી હતી.જેમા ૧૧૨ જેટલા દર્દીઓની સ્થળ પર…
Read More