રાધનપુર તાલુકા સરકાર પુરા ગામે બે નીલ ગાય ને ગોળી મારી હત્યા

પાટણ બ્રેકિંગ  રાધનપુર તાલુકા સરકાર પુરા ગામે બે નીલ ગાય ને ગોળી મારી કરવામાં આવી હત્યા જીવદયા પ્રેમીઓમાં જોવા મળ્યો રોષ રાધનપુર પોલીસને કરવામાં આવી જાણ રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી એક આરોપી ની ધરપકડ સુત્રો એ જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી નીલ ગાયો ની    હત્યા કરી મોત ને ઘાટ ઉતારેલ છે સરકાર પુરા ગામ ના તળાવ માં બંદૂક ના ભડાકા થી ગોળી મારી કરવામાં આવી હત્યા ધોળા દિવસે દસ વાગ્યે ના સમયે સરકાર ગામના તળાવ માં ગોળી મારી નીલગાયો ની કરવામાં આવી હત્ય એક આરોપી બંદુક સાથે ધરપકડ…

Read More

અમદાવાદના નારોલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી

અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 11 ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલેસોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે…

Read More

જામનગર કે.વી.રોડ ખાતે “શ્રી અંગારક વ્રત પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી સૂર્યદેવને ગ્રહ મંડળના રાજા કહેવાય છે. પરંતુ સાંસારિક સુખ માટે શ્રી મંગળના ગ્રહ દેવતા જેને “અંગારક” કહેવાય છે. તે જ શ્રેષ્ઠ છે, કેમકે આયુ, આરોગ્ય, સુખ, પુત્ર પ્રાપ્તિ માટે તેની કૃપા અનિવાર્ય માનવામાં આવે છે. શ્રી અંગારક ઋણહર્તા એવં પુત્રસંતાન કારક છે. કપાલી જિયો કોસ્મિક રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માગશર શુક્લ ભૌમવારે(મંગળવાર) શ્રી દયાશંકર બ્રહ્મ પુરી કે.વી.રોડ ખાતે “શ્રી અંગારક વ્રત પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું. સુશ્રી.વિનીતા જોશી દ્વારા વિશિષ્ટ સ્કંદ પુરાણમાં ઉલ્લેખન કરવામાં આવ્યું. આ વ્રતના સમાપનમાં યજમાનો પાસે ત્રણ રેખાઓને ઉન્માર્જિત કરવામાં આવી હતી. જેથી દુઃખ, દારિદ્ર્ય…

Read More

ગોંડલ પાસે ર૭ લાખનો દારૂ ભરેલ કન્‍ટેનર પકડાયું

દારૂ અને ટેન્‍કર સહિત ૩૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે : હરીયાણાની દારૂ ભરેલ ટેન્‍કરનો ડ્રાઇવર રાજસ્‍થાનની વિજય શર્માએ સંભાળ્‍યો’તો અને જુનાગઢ પંથકમાં આપવાનો હતો : તપાસ એલસીબીને સોપાઇ   શિયાળાની ઠંડકમાં પ્‍યાસીઓના કોઠા ગરમ કરવા બુટલેગરોએ દોડધામ શરૂ કરી હોય તેવામાં ગોંડલ હાઇવે પર સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર પકડી પડી રૂ. ૩3,95,700 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે હરિયાણા પાસિંગની ણ્‍ય્‍૭૪ ખ્‍ ૬૬૦૧ ઉપર શંકા જતા તલાશી…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં.૪માં અંદાજીત રૂ/-૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર તા. ૧૩ ડિસેમ્બર, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં ઈન્દિરા સોસાયટી ૭/એ અને સાંઇ પાનથી ખડખડનગર સ્કુલ મેઈન રોડ વાયા એસ.ટી.પી. રોડ પાસે સી.સી.રોડ/સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ.૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરવાના વિકાસ કાર્યનો શુભારંભ કરાવેલ હતો. આ વિકાસ કાર્ય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-૨૦૧૯/૨૦ની મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત થનાર છે. આ તકે તેમની સાથે મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, દંડકશ્રી જડીબેન, શહેર ભાજપ મહામંત્રીશ્રી વિમલભાઇ કગથરા, વોર્ડના…

Read More

જામનગરમાં વિકાસના વિવિધ આયામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાવતા કૃષિમંત્રી આર.સી.ફળદુ

જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં અંદાજીત રૂ.૧૧૧.૫૪ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ   જામનગર તા.૧૩ ડિસેમ્બર, ગુજરાત રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ આજરોજ જામનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૮માં જનતા સોસાયટી, કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૦ લાખ, હરીયા કોલેજ પાછળ, કૈલાશ નગર શેરી નં.૪માં આવેલ કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૫ લાખ,નારાયણ નગર કોમન પ્લોટમાં  આગળ તેમજ સાઈડના ભાગમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૦૨ લાખ,વ્રજધામ સોસાયટી શેરી નં.૧-૨માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૯૭ લાખ, વોર્ડ નં.૧૫માં સુભાષ પાર્ક પાસે,કેનાલના કાંઠે મેઈન દુકાનવાળા રોડ પર સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ…

Read More

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ 

રાજકોટ તા. ૧૩ ડિસેમ્બર – પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા. ૧૪ ડીસેમ્બરે સવારે ૯:૦૦ કલાકે લીંબડી ખાતેનાં જિલ્લા કક્ષાનાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી બાવળિયા તા. ૧૫ ડિસેમ્બરે સવારે ૯:૧૫ કલાકે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના જનડા ગામ ખાતે એ.ટી.વી.ટી. યોજના હેઠળ નિર્માણ થનારા વિકાસકામો જેવા કે  બગલીયાપરા પાણીનો ટાંકો, ભૂગર્ભ ગટર તેમજ સી.સી. રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૬ ડિસેમ્બરે મંત્રીશ્રી બાવળિયા ડોળીયા ખાતે આયોજિત રેલીમાં ઉપસ્થિત રહેશે.

Read More

મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ 

રાજકોટ, તા.૧૩ ડીસેમ્બર- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪ થી ૧૬ સુધી રાજકોટ જિલ્લાના પ્રવાસ પર છે. જે અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪-૧૨-૨૦૧૯ને શનિવારે રોજ સવારે ૯ કલાકે રાજકોટ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૨૦૧૯ના ઈનામ વિતરણ કાર્યક્રમના અઘ્યક્ષશ્રી તરીકે વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી રાદડિયા ૧૫ ડીસેમ્બરે સવારે ૯ કલાકે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેન્ક દ્વારા આયોજિત કાર્યક્રમમાં અને બપોરના ૩ કલાકે જેતપુરના રબારી સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા ૧૬ ડીસેમ્બરના રોજ મતવિસ્તાર ખાતે રોકાણ કરીને અનુકૂળતાએ…

Read More