મોરબી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત મોરબી હેઠળના જુદા-જુદા આરોગ્ય કેન્દ્રોમાં સરકારશ્રીના જુદા-જુદા વિભાગની યોજના અંતર્ગત એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે. જેમાં વાંકાનેરમાં એક, હળવદમાં એક, મોરબીમાં બે, અને માળીયામાં એક એમ કુલ પાંચ એમ્બ્યુલન્સનું મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલના હસ્તે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ હતું
Read MoreMonth: January 2020
ધોરાજીમાં રાહદારીઓ માટે બનાવેલ પાણીના પરબનું ઉદ્ઘાટન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એચ જોષીના વરદ હસ્તે કરાયું
ધોરાજી : રાહદારીઓ તેમજ જનતા સહિત વટેમાર્ગુઓને પાણીથી તરસ છીપાય તેવા શુભ આશયથી ધોરાજીના પ્રદિપભાઈ બારોટ, દિપકભાઈ વાજા અને દરગાહના સફિમીયા બાપુ એમ આ ત્રણેય દાતાશ્રીઓ દ્વારા ધોરાજીના દરબારગઢ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુમાં કાયમી ધોરણે પરબ બંધાવવામાં આવ્યું હતું આ પરબનું નામ હિંદુ-મુસ્લિમ એકતા દર્શાવવા રામરહીમ રાખવામાં આવ્યું છે. જે પરબનું ઉદ્ઘાટન ધોરાજીના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.એચ જોષીના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધોરાજી શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને દાતાશ્રીઓની સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.
Read Moreદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જામ ખંભાળિયા ખાતે ત્રિરંગા યાત્રા અને ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
આજરોજ 71 ગણતંત્ર દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જામખંભાળીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા ના વરદ હસ્તે ઘ્વજવંદન અને તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં યાત્રા મા *151* ફૂટ ના તિરંગા એ ભારે આકર્ષક જમાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના ગ્રીમકો ના ચેરમેન શ્રી મેઘજીભાઈ કણજારીયા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ના પદાધિકારીઓ ને સદસ્યો જિલ્લા & તાલુકા, શહેર ભાજપ સંગઠન અને સર્વે મોરચા ના હોદેદારો બહોળી સંખ્યામાં કાર્યકરો ને શુભેચ્છકો ને રાષ્ટ્રવાદી લોકો ને સ્કુલ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા… આ…
Read Moreપાટણ માં મુસ્લિમ સમાજ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી
પાટણ માં મુસ્લિમ સમાજ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી શહેર ના ટાંકવાડા વિસ્તાર આશિષ વિદ્યાલય ખાતે રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવી સલામી આપવામાં આવી અને ત્યાર બાદ 150 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેર ના બગવાડા ચોક ખાતે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાએ પહોંચી જ્યાં બંધારણ નું રક્ષણ કરવાના એક સાથે હજારો લોકો એ શપથ લીધા અને ત્યાર બાદ શહેર ના જુદા જુદા વિસ્તાર માં રેલી ફરી રેલી ને વિરામ આપ્યો હતો
Read Moreસ્વતંત્રતા પર્વની ટંકારા ખાતે રંગારંગ ઉજવણી કરાઇ
જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને શલામી અપાઇ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારઓને સન્માનીત કરાયા મોરબી, ૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાના ટંકારા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપી રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં પરેડ કમાન્ડર બી.ડી. પરમારની આગેવાની હેઠળ માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપ્યા ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી દર્શાવતા ટેબ્લો પણ પ્રદર્શીત કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિક પોલીસ, વનવિભાગ, આરોગ્ય શાખા, પીજીવીસીએલ, ગ્રામ વિકાસ એજન્સી,…
Read Moreમાંગરોળ પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ જિલ્લાના એસ.પી.શ્રી સૌરભ સિંઘ ના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો
આજરોજ તા.25/1/2020 ના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એસ.પી.શ્રી સૌરભ સિંઘ ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સપેકશન સબબ નોટ રીંડીંગ રાખવામાં આવેલ હતું આ લોકદરબારમાં માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સ્થાનિક આગેવાનો, પત્રકાર મિત્રો તથા આમ જનતા માટે આ લોક દરબાર રાખવામાં આવેલ આ લોક દરબારમાં એસ.પી. સાહેબે કહ્યું લોકોનો કોઈ એવો પ્રશ્ન હોય જે પ્રશ્ન નું પોલીસ દ્વારા તેનું નિરાકાર ન આવતું હોય અથવા પોલીસ ને તમે અમુક પ્રશ્નો માં મદદ રૂપ થઇ શકતા હોય તો તમે જણાવશો એસ.પી. સાહેબે દારૂબંધી ઉપર ખાસ કરીને ભાર મૂક્યો હતો તથા લોકોના…
Read Moreડૉ.સીમાબેન પટેલ ને ” દેવ સેના” ના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિમણુંક
સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશનનાં સ્થાપક ચેરપર્સન, હિન્દ ન્યૂઝ (ન્યૂઝપેપર) ના તંત્રીશ્રી અને રાષ્ટ્રીય એકતા મંચના સ્થાપક અધ્યક્ષા તથા અનેકો અનેક સેવાકીય સંસ્થાઓ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદવી પર રહી ” લોક સેવા એ જ માનવ સેવા” ને હર હંમેશ સાર્થક બનાવનાર કાલાવડ અને જામનગરમાં હંમેશા લોકસેવા અને પ્રજાલક્ષી કાર્યો માં પોતાનું જીવન વ્યતીત કરનારા આપણા સૌના આદરણીય એવા માન. ડો. સીમાબેન પટેલ ને ” દેવ સેના ” માં ” રાષ્ટ્રીય મીડિયા પ્રભારી” તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન
Read Moreગોંડલ ખાતે રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુનાં હસ્તે વિવિધ વિભાગોના રૂપિયા ૧૩૭૭.૯૫ લાખના કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ
જિલ્લાના ગોંડલ ખાતે રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુનાં હસ્તે વિવિધ વિભાગોના રૂપિયા ૧૩૭૭.૯૫ લાખના કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કોલેજ ચોકમાં મહારાજા ભગવતસિંહજીની પ્રતિમા પાસે રૂપિયા ૫૨.૭૭ લાખનાં ખર્ચે નવનિર્મિત ભગવતસિંહજી ગાર્ડન સહીત તાલુકાના વિવિધ વિકાસ કાર્યોનું રાજ્યપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. ગોંડલ નાગરીક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલે જણાવ્યું હતું કે, રાજાશાહી સમયમાં મહારાજા સર ભગવતસિંહજીએ ભૂગર્ભ ગટર, પહોળાં રાજમાર્ગો, ટી.પી.સ્કીમ સહીત વિકાસશીલ સુશાન સાથે દુરંદેશી દાખવી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ મળી રહી હોય ગોંડલ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય…
Read Moreકેશોદ માં વીર દાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી
કેશોદ ના લોહાણા પરિવાર દ્વારા વીરદાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી કરવામાં આવી જેનું જીવન શૌર્ય, સેવા અને રાષ્ટ્ર રક્ષા ની ભાવના થી સભર અને સધ્ધર હતું તેવા લોહાણા ના સરતાજ વીર દાદા જસરાજ નો આજે શહીદ દિન તરીકે મનાવવા મા આવે છે ગૌ રક્ષા તથા ધર્મ રક્ષા કાજે જેણે લગ્ન મંડપ માંથી ઊભા થયને ગૌ રક્ષા માટે શહીદી વહોરી લીધી તેના માટે આજે કેશોદ રઘુવંશી સમાજ તથા જલારામ મંદિર કેશોદ દ્વારા ભજન, કિર્તન, આરતી તેમજે શૌર્ય ગાથાઓ રાખવા મા આવેલ શૌર્ય દિન ના આગલા દિવસે રઘુવીર સેના પ્રમુખ જીગ્નેશભાઈ…
Read Moreદરિયાઇ સુરક્ષા બાબતે મોરબી જિલ્લો વધુ સતર્કઃ જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ
દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી મોરબી, દરિયાઇ સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓની દેખરેખ, સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં દર ત્રણ માસે યોજાતી ત્રિમાસીક બેઠકમાં દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લાના…
Read More