ડૉ.સીમાબેન પટેલ ને ” દેવ સેના” ના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિમણુંક

સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશનનાં સ્થાપક ચેરપર્સન, હિન્દ ન્યૂઝ (ન્યૂઝપેપર) ના તંત્રીશ્રી અને રાષ્ટ્રીય એકતા મંચના સ્થાપક અધ્યક્ષા તથા અનેકો અનેક સેવાકીય સંસ્થાઓ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદવી પર રહી ” લોક સેવા એ જ માનવ સેવા” ને હર હંમેશ સાર્થક બનાવનાર કાલાવડ અને જામનગરમાં હંમેશા લોકસેવા અને પ્રજાલક્ષી કાર્યો માં પોતાનું જીવન વ્યતીત કરનારા આપણા સૌના આદરણીય એવા માન. ડો. સીમાબેન પટેલ ને ” દેવ સેના ” માં ” રાષ્ટ્રીય મીડિયા પ્રભારી” તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન  

Read More

ગોંડલ ખાતે રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુનાં હસ્તે વિવિધ વિભાગોના રૂપિયા ૧૩૭૭.૯૫ લાખના કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ

જિલ્લાના ગોંડલ ખાતે રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુનાં હસ્તે વિવિધ વિભાગોના રૂપિયા ૧૩૭૭.૯૫ લાખના કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કોલેજ ચોકમાં મહારાજા ભગવતસિંહજીની પ્રતિમા પાસે રૂપિયા ૫૨.૭૭ લાખનાં ખર્ચે નવનિર્મિત ભગવતસિંહજી ગાર્ડન સહીત તાલુકાના વિવિધ વિકાસ કાર્યોનું રાજ્યપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. ગોંડલ નાગરીક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલે જણાવ્યું હતું કે, રાજાશાહી સમયમાં મહારાજા સર ભગવતસિંહજીએ ભૂગર્ભ ગટર, પહોળાં રાજમાર્ગો, ટી.પી.સ્કીમ સહીત વિકાસશીલ સુશાન સાથે દુરંદેશી દાખવી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ મળી રહી હોય ગોંડલ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય…

Read More