રાજકોટ શહેરમાં નવા વર્ષના અનુસંધાનને સ્પેશિયલ ડ્રાયવ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર કુલદિપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ નેચડા ને મળેલી બાતમીના આધારે પેટ્રોલીંગ દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાંથી જુદી.જુદી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બોટલ નંગ.1500 તેમજ ટાટા સુમો કાર સાથે 3 ઈસમો એવા ( 1) જલો માવજીભાઈ પારધી. જાતે.અનુ-જાતિ ઉ.28 રહે. ભગવતીપરા નંદનવન સોસાયટી રાજકોટ (2) સુરેશભાઈ મેધજીભાઈ સોલંકી. જાતે.અનુ-જાતિ ઉ.40 રહે. રોહિદાસપરા શેરીનં. 7 રાજકોટ (3) ઈલુ ભાણજીભાઈ બોરીચા. જાતે.અનુ-જાતિ. ઉ.29 રહે. રોહિદાસપરા શેરીનં.6 રાજકોટના ઓને પકડી પાડી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર રાજકોટ.
Read MoreDay: January 3, 2020
રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની તાડમાર તૈયારીઓ
*રાજકોટ, રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડફલોર પર જાપાનીઝ ઓરેગામી પધ્ધતિથી વિશ્વ વિક્રમ સર્જનાર “ફલેગ ઓફ યુનિટી” બનાવવાનું કામ આર્ટીસ્ટ શ્રી વિરાજબા જાડેજા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જાપાનીઝ ઓરેગામી પધ્ધતિમાં માત્ર પેપર કટીંગની ચેઇન બનાવીને કોઇ પણ પ્રકારનો ગમ કે ફેવીસ્ટીકનો ઉપયોગ કર્યા વગર અંદાજે ૪૨ હજાર જેટલા કાગળો જોડીને ૨૨ દિવસમાં ૧૦x૬II ફુટનો આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા બનાવશે. જેમાં રાજકોટ શહેરની ૫૧ જેટલી શાળાના બાળકો તેમને આ કાર્યમાં સહયોગ આપી રહયા…
Read Moreસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંયુક્ત ઈન્ટરેકશન મીટ યોજાઈ
રાજકોટ, રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા.3.1.2020 ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્મા સાથે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને એકેડેમિક કાઉન્સીલના સભ્યશ્રીઓની સંયુક્ત ઈન્ટરેકશન મીટ યોજાઈ હતી. આ ઈન્ટરેકશન મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી પાંચ વર્ષના વિઝન-મિશન તથા શિક્ષણના વિવિધ પ્રકલ્પોની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. માન. ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્માને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ હતું. આ ઈન્ટરેકશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. મેહુલભાઈ રુપાણી. ગોવિંદગુરુ યુનિવર્સિટી. ગોધરાના કુલપતિશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય…
Read Moreમુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય
રાજકોટ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસર થી C.R.P.C. અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઉતરાયણ ના તહેવારો દરમ્યાન આવી ચાઈનીઝ તુક્કલ અને માંઝા દોરીથી અકસ્માતે થતી માનવ અને પશુ પક્ષીઓની જાનહાનિ અને ઈજાઓ નિવારવા ના સંવેનશીલ ભાવ થી તેમણે આ નિણર્ય કર્યો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreસમસ્ત અનુસુચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શોર્ય દિવસ પર શોભાયાત્રા નુ આયોજન
રાજકોટ, રાજકોટ શહેર તા.1/1/2020 ના રોજ ગુજરાત રાજ્ય ના રાજકોટ શહેર માં સૌપ્રથમ વખત યુવા ભીમ સેના તેમજ સમસ્ત અનુસુચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શોર્ય દિવસ પર શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા માં ગુજરાત અને ભારત ભર માથી મોટી સંખ્યા માં બહુજન સમાજ ના લોકો જોડાઈ આ રેલીને સફળ બનાવેલ તે બદલ ભીમ સૈનિકોનો ખુબ ખુબ આભાર. રિપોર્ટર: દિલીપ પરમાર, રાજકોટ
Read Moreનિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે કહ્યું નવા વર્ષમાં દરેકને પોતાનું સર્વશ્રેષ્ઠ રૂપ મળે
પીપલોદ નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજે નવા વર્ષના ઉપદેશમાં પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું કે ‘ દાતાર કૃપા કરે કે વર્ષ 2020 માં આપણને પોતાનું સર્વશ્રેષ્ઠ રૂપ પ્રદાન કરે. આપણે ગયા વર્ષની આપણી ભૂલોનું પુનરાવર્તન ન કરીએ. હંમેશા બીજાને ખુશી આપતા રહીએ અને સ્મિત વેહચતાં રહીએ. આપણું ધ્યાન માત્ર સેવા, સત્સંગ અને સુમિરણ પર કેન્દ્રિત રહે અને જેમ બ્રહ્મજ્ઞાન ની રોશનીથી આપણું જીવન બદલાયું છે, આપણે એ જ બદલાવ આપણા સંપર્કમાં આવનારમાં પણ લાવી શકીએ. તેમણે કહ્યું કે આપણને જે શિક્ષા સત્સંગમાં મળે છે તેને આપણે કાયમ યાદ રાખીએ. આપણું…
Read Moreબોગસ ડૉકટરો થી લોક જીવન ખતરા માં,અનેક ગામો માં કોઈ પણ ડીગ્રી વગર ના ઊંટ વૈદ્યો નો રાફડો
રાધનપુર, કમ્પાઉન્ડર માં પણ ના રાખે તેવા ડૉકટરો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના દવાખાના બનાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા અટકાવાય તેવી લોક માંગ રાધનપુર,સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ તાલુકા ની ભોળી અભણ પ્રજા હોઈ તેનો ફાયદો ઉઠાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ડિગ્રી વગર ના બોગસ ડૉકટરો ગામડે ગામડે એલોપેથીક ની દવા કરી લોકો ને લુંટી રહ્યા છે. ઘણા સમય થી રાધનપુર, સાંતલપુર ના ગામો માં સ્થળ તપાસ કરી લોકો ને પુછતાં બોરૂડા માં પ્રભાત ભાઈ રાવળ ,ભીલોટ માં નિલેશભાઈ ,પાટણકા માં અજિતભાઈ ,અબીયાણા માં બાબુભાઇ તેમજ દરજી ,ઝઝામ માં પણ…
Read Moreનિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ
જામખંભાળીયા, “સેવા પરમો ધર્મ” સૂત્ર સાર્થક કરતા “નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા જામખંભાળીયા દ્વારકા હાઇવે પર આવેલી ઝૂંપડપટ્ટીમાં ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. જેમા ટ્રસ્ટ ના પ્રમુખ દીપકભાઈ ચાવડા, મનસુખભાઇ ગોહેલ તેમજ સામાજિક કાર્યકરો ઇન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી, સુરપાલ સિંહ ચુડાસમા, નિરવભાઈ કવયા, અમિતભાઇ જોશી વગેરે જોડાયા હતા.
Read Moreજામનગરમાં નવતનપુરીધામમાં આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજના 56માં જન્મદિવસની ઉજવણી
જામનગર, જામનગરમાં શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે 1 જાન્યુઆરી 2019 ના સવારે 9 વાગ્યાથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજના 56માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રણામી ધર્મના સંતો-મહંતોએ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજશ્રીનું પૂજન-અર્ચન કર્યું હતું. આ પ્રસંગે જામનગરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત દેશ-વિદેશમાંથી સુંદરસાથજી ભાવિકોએ કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી આર્શીવાદ લીધા હતા. આ પ્રસંગે ખીજડા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : નયનાબેન દવે
Read More