ભરૂચ છીપવાડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ. …..

ભરૂચ, આજરોજ ભરૂચ નગરસેવા સદન ઢુવારા છીપવાડ સ્કુલમાં નગર સેવાસદન તેમજ જિલ્લા વહીવટી તંત્ર ઢુવારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 1, 2, 9 ના લાભાર્થીઓએ લાભ લીધો. જેમાં આવકનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિનો દાખલો વગેરે જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી. જેમાં નગરસેવા સદનના પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, ચીફ ઓફિસર સંજયભાઈ, સલીમભાઈ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા તેમજ સમશાદભાઈ સૈયદ તેમજ વોર્ડ નંબર 9ના સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર : મહેન્દ્રસિંહ વસાવા, ભરૂચ

Read More

રાજકોટ માં CAA અને NRC કાયદાઓના વિરુદ્ધમાં રાષ્ટ્રવ્યાપિ રેલી યોજાશે

રાજકોટ, સમગ્ર દેશમાં ઇવીએમ મશીનથી ચૂંટાયેલી ભાજપ સરકારે એન.આર.સી. અને સી.એ.એ. જેવા બંધારણ વિરોધી કાયદાઓના અમલ કરવાના એલાન સાથે જ જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. દેશના ખૂણે ખૂણેથી નાગરિકો વ્યક્તિગત તથા પોતપોતાના સંગઠનોના માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે. આ સમસ્યા સરકારે રાષ્ટ્રીય સ્તરે ઊભી કરેલ હોય તેનો વિરોધ પણ રાષ્ટ્રીય સ્તરે થવો જોઈએ. એ હેતુથી બહુજન ક્રાન્તિ મોર્ચા તરફથી આગામી તારીખ. ૮/૧/૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય સ્તરે રેલી, પ્રદર્શનનુ આયોજન કરેલ છે. રાજકોટ જિલ્લામાં પણ રાષ્ટ્રીય સ્તરે થનારી રેલીના અનુસંધાને રેલી યોજાનાર છે. જેમાં તમામ (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનરીટી)sc,st,obc, minority મૂળનિવાસી…

Read More

મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા ચિંતન શિબિર સંપન્નન

મોરબી, મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા મોરબીના ટાઉનહોલ ખાતે ચિંતન શિબિર યોજાઇ ગઇ. આ ચિંતન શિબિરને દિપપ્રાગટય કરી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલે જણાવ્યું હતુ કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ અધિકારીશ્રીઓમાં લીડરશીપ હોય છે. આ માટે જ સરકારશ્રી દવારા મહત્તમ વિવિધ યોજનાની અમલવારી આ તંત્ર દ્રારા જ થાય છે. તેમણે કચેરીમાં વહીવટી તંત્રને પ્રશ્નો લઈ આવનાર અરજદારને શાંતીથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવા જણાવ્યુ હતું. પ્રેરણાત્મક ઉદ્દ્બોધનમાં સ્વામી આત્માનંદજીએ જણાવ્યું હતું કે ચિંતન કરવાથી જીવનમાં સરળતા તથા તરલતા આવે છે. લોકોના ભલા માટે નિયત કરાયેલ નિયમોને અનુસરીને વહીવટી જ્ઞાન, અનુભવનો ઉપયોગ કરી લોકોના કામ…

Read More

મોરબી જિલ્લા કક્ષાનો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક કાર્યક્રમ ટંકારામાં યોજાશે

મોરબી, ૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવશે. ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારે કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આ આયોજન અને ઉજવણીમાં જોડાય તેના પર ભાર…

Read More