દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જામ ખંભાળિયા ખાતે ત્રિરંગા યાત્રા અને ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

આજરોજ  71 ગણતંત્ર દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જામખંભાળીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા ના વરદ હસ્તે ઘ્વજવંદન અને તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં યાત્રા મા *151* ફૂટ ના તિરંગા એ ભારે આકર્ષક જમાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર ના ગ્રીમકો ના ચેરમેન શ્રી મેઘજીભાઈ કણજારીયા અને જિલ્લા પંચાયત,  તાલુકા પંચાયત,  નગરપાલિકા ના પદાધિકારીઓ ને સદસ્યો જિલ્લા & તાલુકા, શહેર ભાજપ સંગઠન અને  સર્વે મોરચા ના હોદેદારો બહોળી સંખ્યામાં કાર્યકરો ને શુભેચ્છકો ને રાષ્ટ્રવાદી લોકો ને સ્કુલ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા… આ…

Read More

પાટણ માં મુસ્લિમ સમાજ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી

પાટણ માં મુસ્લિમ સમાજ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી શહેર ના ટાંકવાડા વિસ્તાર આશિષ વિદ્યાલય ખાતે રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવી સલામી આપવામાં આવી અને ત્યાર બાદ 150 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેર ના બગવાડા ચોક ખાતે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાએ પહોંચી જ્યાં બંધારણ નું રક્ષણ કરવાના એક સાથે હજારો લોકો એ શપથ લીધા અને ત્યાર બાદ શહેર ના જુદા જુદા વિસ્તાર માં રેલી ફરી રેલી ને વિરામ આપ્યો હતો  

Read More

સ્વતંત્રતા પર્વની ટંકારા ખાતે રંગારંગ ઉજવણી કરાઇ

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને શલામી અપાઇ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારઓને સન્માનીત કરાયા મોરબી, ૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાના ટંકારા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપી રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં પરેડ કમાન્ડર બી.ડી. પરમારની આગેવાની હેઠળ માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપ્યા ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી દર્શાવતા ટેબ્લો પણ પ્રદર્શીત કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિક પોલીસ, વનવિભાગ, આરોગ્ય શાખા, પીજીવીસીએલ, ગ્રામ વિકાસ એજન્સી,…

Read More