જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે તિરંગાને શલામી અપાઇ
જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારઓને સન્માનીત કરાયા
મોરબી,
૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાના ટંકારા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપી રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં પરેડ કમાન્ડર બી.ડી. પરમારની આગેવાની હેઠળ માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
કલેક્ટર શ્રી જે.બી.પટેલ ના હસ્તે તિરંગાને સલામી આપ્યા ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી દર્શાવતા ટેબ્લો પણ પ્રદર્શીત કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિક પોલીસ, વનવિભાગ, આરોગ્ય શાખા, પીજીવીસીએલ, ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, ખેતીવાડી વિભાગ, આઇસીડીએસ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફાયર વિભાગના ટેબ્લોનો સમાવેશ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.બી.પટેલએ ઉપસ્થિત પ્રજાજનોને સંબોધન કરતાં જિલ્લાના વિકાસની કામગીરીનો ઉલ્લેખ કરી ભવિષ્યમાં થનારા કામો અંગેની પણ માહિતી આપી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કા, પિરામિડ, દેશભક્તિના ગીતો, કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિનું અનોખુ વાતાવરણ ખડું કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઇ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.બી.પટેલના હસ્તતે પાંચ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લાના વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવા પદક વિજેતા રણજીતભાઈ બાવળા, જીવન રક્ષક વિજેતા પૃથ્વીરાજસિંહ જાડેજા, ૧૦૮ ખિલખિલાટ, કરુણા અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દિનેશભાઈ ગઢાદરા, નિલેશભાઈ બકુત્રા, જયદેવસિંહ જાડેજા અને ડોક્ટર રાજેશ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય યુવક મહોત્સવ ૨૦૧૯માં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલા જનાર્દનભાઇ દવે, દિવાળીબેન પરમાર, વિસ્મય ત્રિવેદી, અઘારા વિશ્વા, સૃષ્ટિ જોશી, ધાનજા મંથન, ઠાકરીયા રાજુ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કુદરતી અને માનવ સર્જિત આપત્તિના સમયમાં સારી કામગીરી કરનાર આપદા મિત્ર જયદીપભાઇ મછોયાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગરીબોને વિનામૂલ્યે ભોજનની સગવડ અને અતિવૃષ્ટિની કામગીરીમાં પેકેટની વ્યવસ્થા કરનાર પોપટભાઈનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં નેત્રમ, ત્રિનેત્ર એપ્લિકેશન દ્વારા વિવિધ યોજનાઓ અમલીકરણ માટે સબ-ઇન્સ્પેક્ટર એ.ડી. જાડેજા, ટેકનિકલ ઓપરેટર કુલદીપ મોરડીયાને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ટંકારા તાલુકાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી એવોર્ડ વિજેતા શિક્ષકો રમણીકભાઈ તળાવિયા, પરેશભાઈ સદાતીયા, ગીતાબેન સાંચલા, જસમતભાઇ ભેંસદડીયા, નૈમિષભાઇ પાલરીયા, તેમજ સુષ્માબેન પડાયાનું જિલ્લા કલેક્ટર શ્રી જે.બી પટેલ તેમજ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.
જિલ્લા વહિવટી તંત્રને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ૨૫ લાખ રૂપિયાનો ચેક પ્રાંત અધિકારીશ્રી એસ.જે. ખાચરને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અગ્રણીશ્રીઓ રાઘવજીભાઈ ગડારા, જ્યોતીસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.ડી.જાડેજા, પુરવઠા અધિકારીશ્રી એચ.જી.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ.કતીરા, પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ખાચર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, ટંકારા મામલાદારશ્રી બી.
કે.પંડ્યા, ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા અધિકારીઓ/કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.