માંગરોળ પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ જિલ્લાના એસ.પી.શ્રી સૌરભ સિંઘ ના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો

આજરોજ તા.25/1/2020 ના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એસ.પી.શ્રી સૌરભ સિંઘ ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સપેકશન સબબ નોટ રીંડીંગ રાખવામાં આવેલ હતું આ લોકદરબારમાં માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સ્થાનિક આગેવાનો, પત્રકાર મિત્રો તથા આમ જનતા માટે આ લોક દરબાર રાખવામાં આવેલ

આ લોક દરબારમાં એસ.પી. સાહેબે કહ્યું લોકોનો કોઈ એવો પ્રશ્ન હોય જે પ્રશ્ન નું પોલીસ દ્વારા તેનું નિરાકાર ન આવતું હોય અથવા પોલીસ ને તમે અમુક પ્રશ્નો માં મદદ રૂપ થઇ શકતા હોય તો તમે જણાવશો એસ.પી. સાહેબે દારૂબંધી ઉપર ખાસ કરીને ભાર મૂક્યો હતો તથા લોકોના પ્રશ્નોનો ની વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી

લોક દરબાર માં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિવિધ મૂંઝવતા પ્રશ્નો ની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે

(1)શહેર માં ટ્રાંફિક ની સમસ્યા ખાસકરીને નવાબસ્ટેન્ડ,કામનાથ ચોકડી,લીમડાચોક,બંદર જાપા,ગાંધીચોક સહિતના વિસ્તાઓમાં ટ્રાફિક ની સમસ્યા ઓ વીસેસ રહેતી હોય તેનો વહેલી તકે ઉકેલ લાવવો

(2) શહેર માં સાંકડા રસ્તાઓ પર કરવામાં આવેલી પેસકદમીઓ દૂર કરવી તેમજ રોડ રસ્તાઓ પર રહેલી અડચણ રૂપ રેકડીઓ દૂર કરવી

(3) શહેરમાં લોકોના સ્વાસ્થ્યને ખુબજ હાનિકારક ખુલ્લે આમ વહેંચવામાં આવી રહેલ ભેળસેળ યુક્ત નકલી દૂધ તેમજ નકલી ઘી નો ખુબજ મોટો બેરોકટોક કાળો કારોબાર ચાલી રહ્યો હોય તેના પર લગામ લગાવવી અને નકલી દૂધ અને નકલી ઘી ના વેપારને અટકાવવા પોલીસે ફરિયાદી બની કડકમાં કડક કાર્યવાહી કરવી

આ સિવાય પણ શહેર માં લોકોના સ્વાસ્થય ને ખુબજ હાનિકારક ભેળશેર યુક્ત ખાદ્યપદાર્થો જે બજારોમાં ખુલ્લે આમ વહેંચાઈ રહયા હોઈ તેની પણ ચકાસણી ઓ કરાવવામાં આવે તેવી પણ લોકો માંગ કરીરહયા છે

(4) શહેરમાં દુકાનદારો લોકો પાસે થી હાલ બ્રાન્ડેડ થેલી ઓના દૂધ,દહી,છાસ સહિતની વસ્તુઓ ના ભાવો પણ એમ.આર.પી.કરતા વધુ કિંમત લેતાહોઈ એપણ કોઈપણ જાતના કાયદાનો ડર રાખ્યા વગર એમ.આર.પી. થી વધુ કિંમત લેતા આવા વ્યાપારી ઓ ઉપર પણ કડક કાર્ય વાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરીરહયા છે

(5) બંદર જાપા વિસ્તારમાં સવારે 8.30 થી 10.30 સુધી ટ્રાફિક સમસ્યાઓ ખુબજ રહેતી હોય તેનો ઉકેલ લાવવો

(6) ગાંધી ચોક થી લીમડા ચોક સુધી નો વન વે રોડ ને પીક અવર (કામના કલાકો) સવારે દસ થી એક અને સાંજે ચાર થી આઠ સુધી નો એન્ટ્રી જાહેર કરવા તેમજ લીમડા ચોક થી ગાંધી ચોક અને શાકમાર્કેટ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા રોડ પર ના અડચણ રૂપ દબાણો દુર કરવા

(7) શહેર માં રોમિયોગીરી કરતા લુખ્ખા અને આવારા તત્વો ને ઝડપી કાયદાનું જ્ઞાન આપવું

(8) લીમડાચોક માં થી ભરવામાં આવતી અને ઉભતી રિક્ષાઓ ટ્રાફિક માટે સિર દર્દ સમાન હોઈ આ છકડો રિક્ષાઓ કે જે કેશોદ,શીલ,ચોરવાડ ના ફેરાઓ કરેછે તે વહેલામાં વહેલી તકે આવી રિક્ષાઓ બંધ કરાવવી

(9) સુધરાઈ ઉપ પ્રમુખ યુસુફભાઈ પટેલે શહેરના ધન કચરાના નિકાલ માટે નવી નિમ કરાયેલી જગ્યાએ કચરો ઠાલવવાની કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે આવી જગ્યા ના દબાણકારો અડચણ ઉભી ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે ની પણ રજૂઆત કરવામાં આવી હતી

(10) શહેરનો સહુથી અગત્ય નો અને સિરદર્દ સમાન પ્રશ્ન રખડતા ઢોરો નોજે કાયમી જે ત્રાસ છે જેમાં ખાસકરીને ખુટીયા નો જે શહેર ભર માંજે અસહ્ય ત્રાસછે જે વહેલામાં વહેલી તકે દૂર કરવા માટે ની લોકદરબારમાં હાજર સહુ કોઈ દ્વારા એકજસુર સાથે માંગ કરવામાં આવી હતી

(9) શહેરમાં ખાસકરીને લીમડાચોક,શાકમાર્કેટ,ગાંધીબજાર સહિતના વિસ્તારોમાં પાર્કિગ વ્યવસ્થા ઉભી કરવા બાબતે પણ ખાસ ભાર મુકવામાં આવ્યો હતો આ સાથે લોકોને મૂંઝવતા અનેક પ્રશ્ન ની રજૂઆતો એસ.પી.સાહેબ ને કરવામાં આવી હતી તો એસ.પી.સાહેબ દ્વારા પણ દરેક પ્રશ્નો ની નોંધ કરવામાં આવિહતી અને વહેલામાં વહેલી તકે દરેક પ્રશ્નો ના ઉકેલ લાવવાની ખાત્રી આપવામાં આવી હતી

માંગરોળ પોલીસ સ્ટેશને યોજવામાં આવેલા લોકદરબારના કાર્યક્રમને સફળ બનાવવા માટે માંગરોળ પી.આઈ.રાઠોડ સાહેબ તેમજ માંગરોળ પોલીસ સ્ટેશનના નિષ્પક્ષ,નીડર અને જાંબાજ પી.એસ.આઈ. એવા વિંઝુડા સાહેબ તેમજ માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી

માંગરોળ પોલીસ સ્ટેશને યોજવામાં આવેલા લોકદરબારમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઇ સોમૈયા,માલદેભાઈ ભાદરકા,સુધરાઈ પ્રમુખ ના પ્રતિનિધિ યુસુફભાઈ સાટી,ઉપપ્રમુખ યુસુફભાઈ પટેલ,ન.પા.પૂર્વ પ્રમુખ મો.હુસેન જાલા,વાલાભાઈ ખેર,એડવોકેટ કાનાભાઈ ચાવડા,એડવોકેટ કિસનભાઈ પરમાર,નીતિનભાઈ પરમાર,યુનુસ બક્ષા, રણછોડ ગોસીયા,બાલુભાઈ કોડિયાતર,ધનસુખભાઈ હોદ્દાર,ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ હરીશભાઈ રૂપરેલીયા,પ્રફુલભાઈ નાંદોલા,નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓ તેમજ પત્રકાર મિત્રો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : મીલન બારડ
માંગરોળ

Related posts

Leave a Comment