જામનગરમાં નવતનપુરીધામમાં આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજના 56માં જન્મદિવસની ઉજવણી

જામનગર,

જામનગરમાં શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે 1 જાન્યુઆરી 2019 ના સવારે 9 વાગ્યાથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજના 56માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રણામી ધર્મના સંતો-મહંતોએ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજશ્રીનું પૂજન-અર્ચન કર્યું હતું.
આ પ્રસંગે જામનગરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત દેશ-વિદેશમાંથી સુંદરસાથજી ભાવિકોએ કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી આર્શીવાદ લીધા હતા. આ પ્રસંગે ખીજડા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : નયનાબેન દવે

Related posts

Leave a Comment