રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની તાડમાર તૈયારીઓ

*રાજકોટ,

         રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડફલોર પર જાપાનીઝ ઓરેગામી પધ્ધતિથી વિશ્વ વિક્રમ સર્જનાર “ફલેગ ઓફ યુનિટી” બનાવવાનું કામ આર્ટીસ્ટ શ્રી વિરાજબા જાડેજા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જાપાનીઝ ઓરેગામી પધ્ધતિમાં માત્ર પેપર કટીંગની ચેઇન બનાવીને કોઇ પણ પ્રકારનો ગમ કે ફેવીસ્ટીકનો ઉપયોગ કર્યા વગર અંદાજે ૪૨ હજાર જેટલા કાગળો જોડીને ૨૨ દિવસમાં ૧૦x૬II ફુટનો આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા બનાવશે. જેમાં રાજકોટ શહેરની ૫૧ જેટલી શાળાના બાળકો તેમને આ કાર્યમાં સહયોગ આપી રહયા છે.

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment