કેશોદ માં વીર દાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી

કેશોદ ના લોહાણા પરિવાર દ્વારા વીરદાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી કરવામાં આવી જેનું જીવન શૌર્ય, સેવા અને રાષ્ટ્ર રક્ષા ની ભાવના થી સભર અને સધ્ધર હતું તેવા લોહાણા ના સરતાજ વીર દાદા જસરાજ નો આજે શહીદ દિન તરીકે મનાવવા મા આવે છે ગૌ રક્ષા તથા ધર્મ રક્ષા કાજે જેણે લગ્ન મંડપ માંથી ઊભા થયને ગૌ રક્ષા માટે શહીદી વહોરી લીધી તેના માટે આજે કેશોદ રઘુવંશી સમાજ તથા જલારામ મંદિર કેશોદ દ્વારા ભજન, કિર્તન, આરતી તેમજે શૌર્ય ગાથાઓ રાખવા મા આવેલ શૌર્ય દિન ના આગલા દિવસે રઘુવીર સેના પ્રમુખ જીગ્નેશભાઈ તથા રઘુવંશી સોશિયલ ગ્રૂપ ના પ્રમુખ ડૉ સ્નેહલ તન્ના દ્વારા ઝૂંપડપટ્ટી માં બાળકો ને બુંદી ગાંઠિયા ની પ્રસાદી વેંચવામાં આવી હતી જલારામ મંદિર કેશોદ ના ટ્રસ્ટી રમેશભાઇ રતનઘાયરા તથા દિનેશભાઈ કાનાબાર દ્વારા અન્નક્ષેત્ર મા જરૂરિયાત મંદ લોકો ને ભોજન આપવા મા આવેલ સાંજે કેશોદ ના સમગ્ર રધુવંશી પરિવારો માટે ગોવિંદભાઈ દેવાણી તથા મહાજન પ્રમુખ જેન્તીભાઇ દેવાણી દ્વારા સમુહ પ્રસાદી રાખવા મા આવી હતી. આ શૌયૅદિન નિમિત્તે ડૉ અજય સાંગાણી વિર દાદા જસરાજ ની ગૌ રક્ષા અને ધમૅ રક્ષા માટે ની શહિદી ને બિરદાવી હતી

 

જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment