ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત નેજા હેઠળ ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તા. ૭ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક સુનિલ કુમાર શર્માએ કરી હતી. આ પ્રસંગે જિલ્લાભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ શ્રી શર્માએ બિલ્ડિંગ લાઈમસ્ટોન લીઝધારકોનું સ્વાગત કરી નોંધણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરમાં…

Read More

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારોહ તારીખ 07 મે 2026ના રોજ યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં આવેલા કશ્યપ સભાગૃહમાં યોજાયો.      યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે સૌનું શાબ્દિક અભિવાદન કર્યું અને કુલાધિપતિ સમક્ષ (BAOU)ની વાર્ષિક કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો.      અધ્યક્ષસ્થાનેથી રાજ્યપાલએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(BAOU)ની વર્ષપર્યંતની સક્રિય કામગીરી પ્રતિ હર્ષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, “ડૉ. બાબાસાહેબે બાલ્યકાળમાં સામાજિક ભેદભાવોનો કપરો સામનો કર્યો હતો. સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિવાદના ભેદભાવો એ ગંભીર દૂષણ છે.” તેમણે વેદમંત્રોના વિપરીત અર્થઘટન દ્વારા સામાજિક વ્યવસ્થામાં…

Read More

ગૌરવ અને ધન્યતાનો અનુભવ, વિવિધ પ્રકલ્પોની મુલાકાત

હિન્દ ન્યુઝ, બરોડા     ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.     મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો; મિયાવાકી વન, વામન વૃક્ષ વાટિકા, લેસર શો સહિત નર્મદા આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક અનુભૂતિ મેળવી.     સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત વિવિધ પ્રકલ્પોની પ્રશંસા વ્યક્ત કરતા માંઝીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતિક બની છે.

Read More

“ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ : રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને સંકલ્પની અવિસ્મરણીય ગાથા”

હિન્દ ન્યુઝ, નડિયાદ      દેશની સુરક્ષા, સૈનિકોના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પને સમર્પિત “ઓપરેશન સિંદૂર”ને એક વર્ષ પૂર્ણ થતા ૨૮ ગુજરાત બટાલિયન એન.સી.સી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે માહિતી કચેરી, નડિયાદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.      ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને “રાષ્ટ્ર પ્રથમ”ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો અને એન.સી.સી કેડેટ્સને “ઓપરેશન સિંદૂર” અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલી સૈન્ય કાર્યવાહી અંગે માહિતગાર કર્યા હતા.

Read More

સોમનાથ અમૃતપર્વ – 2026

હિન્દ ન્યુઝ, સોમનાથ     સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં તા. 11 મેના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તે સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.    આ અવસરે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને પ્રવક્તા મંત્રી   જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાતની મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા.    મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન તા. 11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે અને હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શૉ યોજીને જનતાનું અભિવાદન ઝીલશે.…

Read More

સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ‘સ્વચ્છતા અભિયાન’ વેગીલું: વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૩૯૫ નવા શૌચાલયોનું નિર્માણ

હિન્દ ન્યુઝ, સુરત       સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સુરત જિલ્લાએ સ્વચ્છતાના માપદંડોમાં નવી ઊંચાઈ સર કરી છે. વર્ષ ૨૦૧૭માં ઓપન ડેફિકેશન ફ્રી (ODF) જાહેર થયા બાદ જિલ્લામાં સતત નવા બનતા મકાનોમાં શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૩૯૫ વ્યક્તિગત અને ૧૦ સામુહિક શૌચાલયો બનાવી લોકસુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

Read More

સ્કંદપુરાણના પ્રભાસખંડમાં સોમનાથનો ઉલ્લેખ પવિત્ર તીર્થક્ષેત્ર

હિન્દ ન્યુઝ, સોમનાથ       ભારત વર્ષની સંસ્કૃતિમાં દેશની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરો ભારત વર્ષનું ગૌરવ છે. સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણની પીઠિકા પર રહેલી આ ધરોહરો સનાતન સંસ્કૃતિના આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે. ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તટે બિરાજતા સોમનાથ મહાદેવનું મંદિર શાશ્વત સંસ્કૃતિનું પ્રતીક તો છે જ તો બીજી તરફ સંઘર્ષ સામે વિજય અને અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. આઝાદ ભારત વર્ષમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને ૧૯૫૧માં મંદિરનું નવનિર્માણ થયું. ૧૧ મે, ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદજીના હસ્તે નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા…

Read More

ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનની તૈયારી અંગે બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ – શુક્રવાર – આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

Read More

અડાલજ ત્રિ-મંદિર ખાતે આયોજિત ‘રેવન્યુ ચિંતન શિબિર’ના દ્વિતીય દિવસે ‘ડ્રમ સેશન’

હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજે અડાલજ ત્રિ-મંદિર ખાતે આયોજિત ‘રેવન્યુ ચિંતન શિબિર’ના દ્વિતીય દિવસે ‘ડ્રમ સેશન’માં મહેસૂલ વિભાગના એ.સી.એસ. શ્રીમતી ડૉ. જયંતી રવિ અને રાજ્યના વિવિધ જિલ્લા કલેક્ટરઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સતત વહીવટી જવાબદારીઓ અને કાર્યના તણાવ વચ્ચે માનસિક પ્રફુલ્લિતતા લાવવા તેમજ ‘ટીમ વર્ક’ની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ સત્રનું આયોજન કરાયું હતું.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત સંદર્ભે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી તા.૧૦ તથા ૧૧ મે ના રોજની જામનગર મુલાકાતને લઈ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મુલાકાતના સુચારુ આયોજનના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય અને…

Read More