હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ – શુક્રવાર – આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
