હિન્દ ન્યુઝ, રાજકોટ ૧૦૦ ગ્રામ કાચી મગફળીમાં આશરે ૫૬૭ કેલરી, ૨૫.૮ ગ્રામ પ્રોટીન, ૪૯.૨ ગ્રામ ચરબી (મોટાભાગે મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ) અને ૧૬.૧ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. મગફળી ડાયેટરી ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે, જે ૧૦૦ ગ્રામ દીઠ લગભગ ૮.૫ ગ્રામ, ખાંડ: ~4.7 ગ્રામ, વિટામિન-ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને કોપર જેવા વિવિધ વિટામિન અને ખનિજો પ્રદાન કરે છે. વિટામિન E એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ જે રોગપ્રતિકારક શક્તિ આપે છે અને લોહીના લાલ રક્તકણો બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. નિયાસિન (વિટામિન B3): મગજના જ્ઞાનાત્મક કાર્યમાં ફાળો આપે છે. ફોલેટ:…
Read MoreDay: September 16, 2025
મહિલા સશક્તિકરણ માટે ઉમદા પગલાં – સંકલ્પ ડીસ્ટ્રીકટ હબનું વિશેષ અવેરનેસ કેમ્પેઈન!
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ “સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) દ્વારા 📅 તા. ૦૨/૦૯/૨૦૨૫ થી ૧૨/૦૯/૨૦૨૫ દરમિયાન ખાસ “સ્પેશિયલ અવેરનેશ કેમ્પેઈન” યોજાયું. 🎯 મુખ્ય ઉદ્દેશ – મહિલાઓ અને યુવાનોમાં જાગૃતિ લાવવી, સશક્તિકરણ માટે માર્ગદર્શન આપવું અને નવી તકો પૂરી પાડવી. 🌱 આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ હતો રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટની એક્સપોઝર વિઝિટ – 📚 ત્રંબા ગામની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૦૦થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અનોખી દુનિયામાં લઈ જવાયા । 🔬 વિદ્યાર્થીઓને ૬ ગેલેરીનું અન્વેષણ કરીને…
Read Moreસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા ના હસ્તે નવા સી.સી રોડનો શુભારંભ
હિન્દ ન્યુઝ, રાજકોટ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટના વોર્ડ નંબર-૧૧માં વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ વોર્ડ નં.૧૧, વગડ ચોકડી, પાળ રોડ ખાતેના વગડ ચોકથી કનૈયા પાર્ટી પ્લોટના નવા સી.સી રોડનો શુભારંભ કરાવ્યો હતો. મહાનગરપાલિકા હસ્તકનો આ રોડ રૂ.૬.૭૪ કરોડથી વધુ રકમના ખર્ચે બનશે. રોડ બનવાથી મવડી, અંબિકા ટાઉનશીપ તથા આ વિસ્તારની સોસાયટી તેમજ આસપાસનાં ઔદ્યોગિક વિસ્તારના લોકોને ફાયદો થશે. આ કામ આશરે ૧૩૦૦ રનિંગ મીટર લંબાઇમાં તેમજ ૧૫ મીટર પહોળાઈમાં કરવામાં આવશે.
Read Moreવિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના સુખનાથ મહાદેવ મંદિર ખાતે તાલુકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના સુખનાથ મહાદેવ મંદિર ખાતે તાલુકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ યોજાયો હતો. સનાળી ગામે ૧૨૮૦૦, વિંછીયા અને પારેવાળા એમ બંને ગામોમાં અનુક્રમે ૫૫૬, દડલી અને જસદણ બંને ગામોમાં અનુક્રમે ૧૦,૦૦૦, ઘેલા સોમનાથ મીનળદેવી મંદિર સામે ૫૦૦૦ એમ કુલ ૩૮,૦૦૦થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત, જનડા અને લાલાવદર ગામમાં અનુક્રમે ૧૦૦, કોટડા અને ઘેલા સોમનાથ ગામમાં અનુક્રમે ૫૦ એમ કુલ મળીને ૩૦૦ જેટલા પિંજરા સાથે રોપાઓનું વાવેતર કરવાની કામગીરી…
Read Moreસૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિર
હિન્દ ન્યુઝ, રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિરનો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પ્રારંભ થયો હતો. ચોમાસામાં પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી છે, ત્યારે ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામમાં ઓસમ ડુંગરની તળેટીમાં બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. આ કાર્યશાળામાં સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા કચેરીઓની કામગીરીની સમીક્ષા સાથે તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રચાર પ્રસિદ્ધિ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગેનું ચિંતન કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન સમયે સંપાદકીય કામગીરી, વહીવટી બાબતો અંગેની કુશળતા, મેદસ્વિતા મુક્ત…
Read Moreસ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન
હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૭૫મી જન્મજયંતીની ઉજવણી કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત 👉🏼 ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમ્યાન ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય ઓબેસિટી-ફ્રી કેમ્પ યોજાવાનો છે! 🔔 રાજકોટમાં ત્રણ સ્થળોએ આયોજિત કેમ્પનું આયોજન: 1️⃣ વિરાણી બહેરા-મૂંગા શાળા (ઢેબર રોડ) 2️⃣ ઇન્ડોર સ્ટેડિયમ (રામધણ નજીક, મવડી) 3️⃣ મલ્ટી એક્ટીવિટી સેન્ટર (મહિલા જીમ, નાના મૌવા સર્કલ) 📅 સમય: સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦ 🌸 મુખ્ય હેતુ: યોગાસન, પ્રાણાયામ અને યોગ્ય આહાર દ્વારા સ્થૂળતા દૂર કરવી અને આરોગ્યમય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવી 🎯 કેમ્પમાં…
Read Moreમહિલા સશક્તિકરણ માટે એક નવી દિશા – વિકાસ અને ન્યાયને સાથે રાખીને આગળ વધીએ!
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં 🔸 રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજ્યા રહાટકરે 👉🏼 સૌરાષ્ટ્ર ઝોનનાં ૬ જિલ્લાની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની થતી અમલવારીની વિગતવાર સમીક્ષા કરી હતી. 🌿 ખાસરૂપે હાઇલાઇટ: ✔️ “નવી દિશા, દીકરી આગળ વધો” પહેલ – શાળામાંથી ડ્રોપઆઉટ દીકરીઓને શૈક્ષણિક જગતમાં ફરી આગળ વધારવાનો પ્રેરણાત્મક પ્રયાસ ✔️ વર્કિંગ વુમન હોસ્ટેલ – કાર્યરત મહિલાઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ નિવાસ ✔️ ‘તેરે મેરે સપને’ – પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ ✔️ મહિલાઓ પર થતા ગુન્હાઓની સમસ્યાઓ માટે પોલીસ વિભાગની કાર્યક્ષમતા ✔️ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર વગેરે…
Read Moreરાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છોત્સવ’ ઉજવાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ આગામી તા. ૦૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના રોજ ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છોત્સવ’ ઉજવાશે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જનભાગીદારીથી સ્વચ્છોત્સવ સફળ બનાવવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરએ સ્વચ્છતા રેલી, ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર સહિત પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક કચરાનો નિકાલ, આરોગ્ય શિબિર, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ સાફસફાઈ સહિત વિવિધ…
Read Moreતાપી જિલ્લામાં “પર્યાવરણ માટે જીવનશૈલી” અભિયાન અંતર્ગત ૧૧ અને ૧૨ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમોનું આયોજન
હિન્દ ન્યુઝ, તાપી ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા “પર્યાવરણ માટે જીવનશૈલી” (LiFE) અભિયાન અંતર્ગત તાપી વહીવટી તંત્ર દ્વારા તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી તા. 11/10/2025 અને 12/10/2025ના રોજ જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા વિવિધ રમતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વારલી પેઈન્ટીંગ,વાંસકામ બનાવટ, રંગોળી હરીફાઈ, વાનગી હરીફાઈ,રસ્સાખેંચ,લીંબુચમચી, મેરેથોન દોડ,ચાઈલ્ડ રન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જોડવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાશે. આ સંદર્ભે નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડની અધ્યક્ષતામાં સંબંધિત વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ટકાઉ જીવનશૈલી…
Read Moreવાગરા તાલુકાના ખેડૂત જશવંતભાઈની પ્રાકૃતિક ખેતી આસપાસના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચના વાગરા તાલુકાના ખેડૂત જશવંતભાઈની પ્રાકૃતિક ખેતી સફળતા માત્ર આર્થિક લાભ નહીં, પરંતુ આસપાસના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે. પ્રાકૃતિક ખેતી કરવા માગતા ખેડૂતોને જશવંતભાઈ 25 કિમી સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરે છે; તેમજ બાયો ઈન્પુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે. ખેડૂત જશવંતભાઈએ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અપનાવી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરીને ખેતી કરી છે.
Read More