ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે હેલ્થ ચેકઅપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર        પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજીસ્ટ દ્વારા ૩૮ સગર્ભા બહેનોની વિનામુલ્યે તપાસ, લેબોરેટરી પરીક્ષણ તેમજ જરૂરી દવા આપવામાં આવી હતી. MOU થયેલ હોસ્પિટલમાં વિનામુલ્યે સોનોગ્રાફી કરાવવાની વ્યવસ્થા અને બહેનોને લાવવા અને લઈ જવા માટે ખિલખિલાટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Read More

ઉમરાળા ગ્રામ પંચાયતની નવતર પહેલ : સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપી મેળવો રૂ.૨૦

પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન હિન્દ ન્યુઝ, ભાવનગર           ભારત સરકાર દ્વારા 22 મે થી 5 જૂન સુધી પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂના વડપણ હેઠળ “વૈશ્વિકસ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે સમગ્ર ભાવનગર જિલ્લો પ્લાસ્ટીક મુક્ત બને તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.  ઉમરાળા ગામ પંચાયતના સરપંચ ધરમેન્દ્રભાઇ હેજમ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપે તેને રૂ.૨૦ આપવાના રહે છે. આ પહેલ દ્વારા રસ્તા…

Read More

પાલીતાણાની આંગણવાંડી કેન્દ્રોમાં ‘બાળક પાલક કાર્યક્રમ’ યોજાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લા પોગ્રામ ઓફિસર રમેશભાઇ ઝાંખણીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સી.ડી.પી.ઓ અલ્પાબેન મકવાણા, કલ્પનાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં પાલીતાણા ઘટક ૧ અને ઘટક ૨ના તમામ કેન્દ્રમાં બાળક પાલક દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયાં હતા. કાર્યક્રમમાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે નાના ભૂલકાઓ અને વાલીઓ દ્વારા છાપકામ,ચીટકકામ, રંગકામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વાલીઓએ પ્રતિભાવો આપી આંગણવાડીમાં થતા કાર્યોને બિરદાવ્યાં હતાં.  કાર્યક્રમમાં મુખ્ય સેવિકાઓ,વાલીઓ,ગામના આગેવાનો તેમજ નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

પાલીતાણામાં ઘટક 1 અને 2ના આંગણવાડી કાર્યકરો માટે ‘પોષણ સંગમ તાલીમ’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગરના પાલીતાણા ખાતે આઈ.સી.ડી.એસ.કચેરી દ્વારા ઘટક 1 અને 2ના આંગણવાડી કાર્યકરો માટે ‘પોષણ સંગમ તાલીમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોના આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઈન મુજબ SAM બાળકોના પોષણ માટેનું મટીરીયલ,પોષણ સંગમ બુકલેટની‌‌ સાથે પોષણ સંગમ કાર્ડ અને બાલશક્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણા,  કલ્પનાબેન ચૌહાણ, બ્લૉક કોર્ડીનેટર વૃંદાબેન લાલાણી‌ અને નિકુંજભાઈ ગોહેલ દ્વારા C-MAM કાર્યક્રમ અંતર્ગત દસ પગલાંઓ વિશેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આ‌ તકે રાજ્યકક્ષાના પોષણ સંગમ‌ કાર્યક્રમનું ઉપસ્થિત સહુએ જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું‌.

Read More

સહકાર ભારતી:દૂધ ડેરીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, આણંદ      સહકાર ભારતી: દૂધ ડેરીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન આણંદ સ્થિત એન.ડી ડી.બી ખાતે યોજાઈ ગયો.આ અધિવશેનમાં રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ વિવિધ રાજ્યોમાં આવેલ કૃષિ તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને જણાવ્યું કે, પશુપાલન તથા દૂધ ઉત્પાદન કેવી રીતે વધુ કરી શકાય તે માટેનો સકારાત્મક સૂચનોને યોગ્ય કક્ષાએથી રજૂ કરીને સહકારીતાના ક્ષેત્રને વધૂ મજબૂત કરી શકાશે,તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. અમૂલ ડેરીની સહકારીતા ક્ષેત્રમાં જે ક્રાંતી કરી છે તે વિશ્વની અન્ય કોઈ ડેરીએ કરી નથી તેમ મંત્રીએ ગર્વભેર જણાવતા કહ્યું…

Read More