ઉમરાળા ગ્રામ પંચાયતની નવતર પહેલ : સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપી મેળવો રૂ.૨૦

પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર  

        ભારત સરકાર દ્વારા 22 મે થી 5 જૂન સુધી પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂના વડપણ હેઠળ “વૈશ્વિકસ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે સમગ્ર ભાવનગર જિલ્લો પ્લાસ્ટીક મુક્ત બને તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. 

ઉમરાળા ગામ પંચાયતના સરપંચ ધરમેન્દ્રભાઇ હેજમ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપે તેને રૂ.૨૦ આપવાના રહે છે. આ પહેલ દ્વારા રસ્તા કે, ગામની અંદર પ્લાસ્ટીકની બોટલો જ્યાં ત્યાં ફેંકેલી જોવા મળતી હતી. તે હવે જોવા મળતી નથી અને ગામ પણ પ્લાસ્ટીક મુક્ત બનતું જાય છે.

Related posts

Leave a Comment