ભાવનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી. આઈ માં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, પેન્ટર, મોટર વ્હીકલ બોડી બિલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટ ધોરણે યોજાનાર હોવાથી સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા-૦૭/૦૭/૨૦૨૫ થી તા-૧૯/૦૭/૨૦૨૫ સુધી ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધીમાં કાર્યાલયના કામકાજ ના દિવસો/સમય દરમ્યાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી, ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org/ તથા https://anubandham.gujarat.gov.in/hom બંને વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહીત અરજી પત્રક તા.૧૯/૦૭/૨૦૨૫ ના ૧૪-૦૦ કલાક સુધીમાં વિભાગીય કચેરી,પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે. 

ઉમેદવાર દ્વારા આપેલ ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તો તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી જેની ખાસ નોંધ લેવી. મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ-૧૦ તથા કોપા તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ માટે ૧૨ પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે તેમજ ઉમર મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ રહેશે તેમ વિભાગીય નિયામક એસ.ટી ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment