તળાજાના પીપરલા ગામે કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  

 જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત બપોરે ૨ થી ૫ દરમિયાન સેમિનાર યોજવામાં આવ્યો હતો.

તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભાવનગરના સયુંકત ઉપક્રમે તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે સ્વ સહાય જૂથ અને CED સંસ્થાની બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતમાણી અધિનિયમ-2013 અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. 

જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના સરપંચશ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હેતલબેન દવે દ્વારા કાયદા અંગે સમજ અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ અજયભાઈ ધોપાળ દ્વારા કાયદા અંગે વિસ્તૃત સમજ આપતા કામકાજનું સ્થળ એટલે શું ?, જાતીય સતામણી એટલે શું ?, ફરીયાદ કયાં થઈ શકે, આંતરીક અને સ્થાનિક ફરીયાદ સમિતિ અંગે, વળતર અને રાહતો અંગે અને અંતમાં SHE BOX (સેક્સ્યુલ હેરેસમેન્ટ ઈલેકટ્રોનીક-બોક્ષ) અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ ત્યારબાદ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન, યોજનના મિશન કો-ઓર્ડિનેટર, સંજયભાઈ ઘાઘરેટીયા દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

બાગાયત વિભાગના નાયબ નિયામક વાઘમશી દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંગે અને કિચન ગાર્ડન અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ અને સીઈડી સંસ્થાના કો-ઓર્ડિનેટર જી.પી. સરવૈયા દ્વારા તમામનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.  

Related posts

Leave a Comment