હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ અને સરસ્વતી સન્માન સમિતિ દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ સમાજના ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ધોરણ ત્રણ થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને બૉંઝ આપીને સન્માનિત કરાયા હતા.
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સતીષભાઈ પી.તેરૈયા જી ટી શેઠ હાઇસ્કૂલ, અશોકભાઇ ડી પુરોહિત, સંસ્થાપક ન્યુ એરા સ્ટડી સેન્ટર રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવેલ અને જયારે પણ જરૂર પડે શૈક્ષણિક માર્ગદર્શન માટે અમારો સમ્પર્ક કરવા જણાવેલ તેમજ ડૉ. ભાવેશભાઈ દવે દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિલ્ડ અને બોંઝ અર્પણ કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ સમાજના ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ્વતી સન્માન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
