ડાંગ જિલ્લાના ગલકુંડ, વઘઇ અને સુબીરમાં બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયા

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

હિન્દ ન્યુઝ, ડાંગ

     તા : ૦૧ : ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૧ જુલાઇ થી ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ઘરતી આબા જનભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે તા. ૧૫ જુલાઇ સુધી વિવિધ ક્લસ્ટરમાં કેમ્પ યોજાનાર છે.  

આજરોજ આહવા તાલુકાના ગલકુંડ પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં જાખાના, પિપલપાડા અને ગલકુંડ ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો. તેમજ વઘઇ તાલુકા પ્રાથમિક શાળા ખાતે વઘઇ, ચીચીનાગાવઠા, ભેંડમાળ, દગડીઆંબા અને ડુંગરડા ગ્રામ પંચાયતના લોકો અને સુબીર પ્રાથમિક શાળા ખાતે સુબીર, કડમાળ, કસાડબારી, ગાંવદહાડ, ગીરીમાળ, શિંગાણા ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લઇને વિવિધ સરકારી યોજનાકીય લાભો લીધા હતાં.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશિષ્ટ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧ જુલાઇ થી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનાર આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિ લક્ષી અને માળખાકિય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચાડવામાં આવનાર છે. ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની આ વિવિધ યોજનાનો લાભ લેવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે.

આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જન ધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમમેવાય, આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે.

આગામી તા. ૩ જુલાઇના રોજ આહવા તાલુકાના ભવાનદગડ પ્રાથમિક શાળા, વઘઇ તાલુકામાં રંભાસ પ્રાથમિક શાળા અને સુબીર તાલુકાનું પિપલદહાડ પ્રાથમિક શાળા કેમ્પ યોજાશે. 

Related posts

Leave a Comment