હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો માટેની વિવિધ આરોગ્ય વિષયક આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન માટેના ‘વન સ્ટોપ સેન્ટર’ સમા આ કેન્દ્ર ખાતે અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા આરોગ્યલક્ષી યોજનાકીય લાભોને 100 ટકા સેચ્યુરેશન સુધી પહોંચાડવામાં આ કેન્દ્ર આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે ટી.બી.ના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધીને તેમને મળતી આરોગ્ય સેવા-સુવિધાઓના લાભ વિશે માહિતી મેળવી હતી.
