હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના એનસીડી સેલ, જિલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનસીડી (બિન-સંચારી રોગો) જાગૃતિ અને તપાસણી અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ આરોગ્ય પેટા કેન્દ્રો (AAM), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પેટા જિલ્લા હોસ્પિટલો (SDH) ખાતે વિવિધ જાગૃતિ અને તપાસણી કાર્યક્રમો યોજાયા હતાં. તમામ કેન્દ્રો પર વિનામૂલ્યે એનસીડી સ્ક્રીનીંગ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા, જેમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને સામાન્ય આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. બિન ચેપી રોગોથી બચવા…
Read MoreDay: May 21, 2025
આગામી તા.26 મે ના રોજ ભુજ ખાતે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા કચ્છના વિવિધ સામાજિક આગેવાનોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સાથે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ ખાતે તા. ૨૬ મે, ૨૦૨૫ના રોજ યોજાનાર વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા આજે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ સમાજો, સામાજિક, ધાર્મિક તથા વ્યવસાયિક સંસ્થાઓના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનશ્રીના રોડ-શો અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા કચ્છના નાગરિકોને રચનાત્મક અને ગુણાત્મક સહયોગ આપવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર”ની સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છમાં વડાપ્રધાનનું આગમન એક ગૌરવની ક્ષણ છે. ત્યારે આ કાર્યક્રમ દેશભક્તિનો સંદેશ આપવા સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે.રોડ-શોમાં…
Read More‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા પ.પૂ. મહંતશ્રી કાલિદાસ બાપુ ની કરી શુભેચ્છા મુલાકાત
હિન્દ ન્યુઝ, અમદાવાદ શિવ શક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ દેકાવાડા ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા પ.પૂ. મહંતશ્રી કાલિદાસ બાપુ ને ભગવો ઓઢાડી તેમજ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ કેતનભાઇ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રદેશ એડવોકેટ સેલના ઉપાધ્યક્ષ ત્રિવેણીબા રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. https://www.facebook.com/share/v/15UZv4crQF/ કાલિદાસ બાપુ…..
Read Moreમહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું તા. ૨૩ મે, ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’ માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦ થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Read Moreસ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
હિન્દ ન્યુઝ, ભુજ દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત તો દેશ પણ તંદુરસ્ત કહેવાય છે. વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને આહાર અંગે જાગૃતિ લાવી નાગરિકો સ્વસ્થ જીવન જીવે તેના પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાર મુકી “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યુ હતું. જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યની જનતામાં સ્વસ્થ જીવનશૈલીની અભ્યાસપ્રવૃત્તિ ઊભી કરીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ઉભી કરવા માટેનો છે.…
Read Moreકોઈપણ રાસાયણિક ખાતર વિના પ્રાકૃતિક રીતે કરો કેરીની ખેતી
હિન્દ ન્યુઝ, ભુજ આજકાલ પ્રાકૃતિક ખેતીની માંગ ઝડપથી વધી રહી છે, અને તેમાં કેરીની ખેતી પણ બાકાત રહી નથી. કુદરતી રીતે કેરીની ખેતી કરવી હોય તો પ્રાકૃતિક કેરીની ખેતી ઉત્તમ વિકલ્પ છે. આમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોને બદલે કુદરતી ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેરીને સ્વાદિષ્ટ, સલામત અને આરોગ્યપ્રદ બનાવે છે. તો ચાલો જાણીએ પ્રાકૃતિક કેરીની ખેતી કેવી રીતે કરવી, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને તેનાં ફાયદાઓ વિશે.. પ્રાકૃતિક કેરીની ખેતી માટે, યોગ્ય આબોહવા અને જમીનની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે, ગરમ અને…
Read Moreભુજ ખાતે તા.૨૬મીના યોજાનાર પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમની તૈયારી અનુસંધાને પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ ખાતે તા.૨૬ મેના યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુંસંધાને પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલે ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા, પાર્કીંગ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારીમંત્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રીના હસ્તે લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી. પ્રભારીમંત્રીએ કચ્છ…
Read Moreનિવૃત્ત આર્મી જવાન દ્વારા બાગાયતી પાકોની સફળ ખેતી…
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચાચકા ગામના નિવૃત્ત આર્મી જવાન રાણા મહિપાલસિંહ તેમના ભાઈ સાથે મળી પરંપરાગત પાકોની ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી તરબૂચ અને ટેટીની ખેતી કરી મેળવી રહ્યા છે સારું વળતર. પરંપરાગત ખેતી છોડીને દરેક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી અપનાવી જોઈએ, જેમાં વળતર પણ ખૂબ જ સારું મળે છે : યુવા ખેડૂત રાણા મહિપાલસિંહ
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા એર ઑફિસર એર માર્શલ નગેશ કપૂર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારતીય વાયુ સેનાના સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના નવા વરાયેલા એર ઑફિસર એર માર્શલ નગેશ કપૂરે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી રાજ્યપાલએ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતામાં ભારતીય વાયુસેનાના જવાનોએ દાખવેલી અદ્વિતીય વીરતા અને અદમ્ય બહાદુરીની પ્રશંસા કરી
Read Moreમોરબીમાં હળવદ ઘટકની ૧૨૧ આંગણવાડીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં હળવદ ઘટક હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ૨૦ અને ૨૧ મે ના રોજ બાળકો અને વાલીઓ સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ ઘટકમાં કુલ ૧૨૧ આંગણવાડી કેન્દ્રોમાં ગત તારીખ ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ૦૩ થી ૦૬ વર્ષના બાળકો અને વાલીઓ તેમજ આજરોજ તારીખ ૨૧/૦૫/૨૦૨૫ ના રોજ આંગણવાડીમાં નવા પ્રવેશપાત્ર ૦૨ થી ૦૩ વર્ષ સુધીના બાળકો અને વાલીઓ સાથે રંગકામ, ચીટકકામ, રંગપુરણી જેવી…
Read More


