હિન્દ ન્યુઝ, આણંદ પ્રાકૃતિક ખેતીને આપણે જન આંદોલન બનાવવા વડાપ્રધાનશ્રીના ખેતીના વિવિધ પરિમાણો હોય જેવા કે,ફૂડ પ્રોસેસિંગ હોય, પ્રાકૃતિક ખેતી હોય.આ વિષયો ૨૧મી સદીમાં ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવામાં ઘણા આગળ વધશે. ટેક્નોલોજી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તાલમેલના પ્રયોગો સમગ્ર દેશને દિશા બતાવી રહ્યા છે. એક મહત્વનો પ્રશ્ન એ છે કે,માટી જ જવાબ આપશે ત્યારે શું થશે? જ્યારે હવામાન સાથ નહીં આપે, ત્યારે પેટાળમાં પાણી મર્યાદિત હશે ત્યારે શું થશે? આજે સમગ્ર વિશ્વમાં કૃષિને આ પડકારોનો સામનો કરવો પડે છે. એ વાત સાચી છે કે હરિયાળી ક્રાંતિમાં રસાયણો અને ખાતરોએ…
Read MoreDay: May 2, 2025
આણંદ ખાતે તા. ૨૨ મી મે ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૫/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત પોટૅલ swagat.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૫/૨૦૨૫ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર…
Read Moreબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડુત ખાતેદારોને વળતરની રકમ આપવા તેમને સહાયરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રનો સરહાનીય પ્રયાસ
હિન્દ ન્યુઝ, આણંદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડુત ખાતેદારો વળતરની રકમ મેળવવા તજવીજ કરી શકતા ન હોય તેમને સહાયરૂપ થવા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા સરહાનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી, આણંદ ખાતે તા.૦૫ થી તા. ૧૩ મે ૨૦૨૫ સુધી દરરોજ એક-એક ગામ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ ઝુંબેશનો લાભ લેવા અસરગ્રસ્ત ખેડુત ખાતેદારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટટ્રેન) પ્રોજેકટ માટે આણંદ તાલુકાના…
Read Moreમાર્ગ અકસ્માતનો ભોગ બનનારની મદદ કરનાર બનશે ‘રાહ-વીર’(ગુડ સમરિટન), મળશે રૂ.૨૫ હજાર સુધીનું ઇનામ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં તાત્કાલિક મદદ મળી રહે અને ભોગ બનનાર વ્યક્તિનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત સરકારે ‘રાહ-વીર’ (ગુડ સમરિટન) યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત, જે કોઈ વ્યક્તિ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બનનારને અકસ્માતના એક કલાકની અંદર (ગોલ્ડન અવર) હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરશે, તેને ‘રાહ-વીર’ તરીકે ઓળખવામાં આવશે અને તેને સરકાર દ્વારા વિશેષ પુરસ્કાર આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર તબીબી સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ઘણી વખત સમયસર મદદ ન મળવાના કારણે…
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” ના પ્રસ્તાવને હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા સમર્થન અપાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર હાપા માર્કેટીગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં “એક રાષ્ટ્ર,એક ચૂંટણી”ના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, હોદ્દેદારો દ્વારા પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરમાં ‘વન નેશન, વન ઈલેકશન” બીલ લાગુ થવાથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ચૂંટણીઓ થશે જેનાથી દેશને ઘણો ફાયદો થશે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ…
Read Moreશહેર મામલતદાર કચેરી જામનગર ખાતે આગામી તા.21 મે ના રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.21/05/2025 ના રોજ સવારના 11.00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદારની કચેરી ખાતે યોજવામાં આવશે.અરજદારોએ આગામી તા.13/05/2025 સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી…
Read Moreગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાતના સ્થાપના દિવસની ૧ લી મે ગૌરવ દિવસની બોચાસણ ખાતે આવેલા વલ્લભ વિદ્યાલયમા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ગુજરાતને સ્વતંત્ર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર મુઠી ઉંચેરા માનવી, મુક સેવક પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્થળની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ અને પેટલાદ ના ધારાસભ્ય કમલેશભાઈ પટેલએ મુલાકાત લઇ સમાધિ સ્થળ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. રમણભાઈ સોલંકીએ પૂજ્ય રવિશંકર મહારાજ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી…
Read Moreજિલ્લા પંચાયત ખાતે રૂ. ૪૦ કરોડથી વધુના વિકાસકામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સ્થાપના દિવસના અવસરે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈણાજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓ અંતર્ગત ગીર સોમનાથના વિવિધ તાલુકાઓમાં ૩૪૯ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું તેમજ ૧૫૬ કામોનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ઉપસ્થિત સર્વેને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સહિત નાગરિકો પણ સાથે મળી વિકાસના કામોનું સુનિયોજીત ઢબે આયોજન કરી અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને વિકાસના પંથે અગ્રેસર બનાવવામાં પોતાનો ફાળો અવશ્ય આપે. આમ કહી સાંસદશ્રીએ રૂ. ૪૦ કરોડથી વધુના ખાતમૂહુર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં સમવિષ્ટ તમામ…
Read Moreસાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં રામમંદિર ખાતે જિલ્લાના રૂ.૧૧ કરોડ ૨૩ લાખના કામોનું ખાતમૂહુર્ત
ગુજરાત ભૂમિ, ભાવનગર ગુજરાત સ્થાપના દિવસના અવસરે પ્રભાસપાટણના રામમંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડી.એમ.એફ.) તથા જિલ્લા આયોજન કચેરી ગીર સોમનાથની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને જાહેર બાંધકામ ક્ષેત્રે પૂર્ણ થયેલા રૂ.૧૧ કરોડ ૨૩ લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ, ડી.એમ.એફ. અંતર્ગત કૌશલ્યવર્ધન તાલીમ અને ટૂરિસ્ટ ગાઈડ તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલી રાજ્યની અવિરત પ્રગતિને વિકાસના પંથે કંડારી નાગરિકોને સુવિધા પહોંચાડવી એ જ રાજ્ય સરકારનું લક્ષ્ય રહ્યું છે. વિકાસ સાથે જ રોજગારીનું…
Read Moreखेलों इंडिया युथ गेम 2025 की मशाल यात्रा का भव्य स्वागत – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार खेलो इंडिया यूथ गेम 2025 के व्यापक प्रचार प्रसार हेतु विभिन्न जिलों का भ्रमण करता हुआ मशाल यात्रा आज हाजीपुर पहुंची।जहां समाहरणालय सभागार में जिला पदाधिकारी यशपाल मीणा के नेतृत्व में जिला प्रशासन द्वारा भव्य स्वागत किया गया। इस अवसर पर अनेक खेल गतिविधियों का आयोजन हुआ और विजेताओं को प्रशस्ति पत्र प्रदान किया गया। खेलो इंडिया यूथ गेम्स 2025 का आयोजन 4 मई से 15 मई तक पांच शहरों यथा पटना, राजगीर, गया, भागलपुर और बेगूसराय में हो रहा है। खेलो इंडिया यूथ गेम्स…
Read More



