હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૨૯-૩૦/૦૪/૨૦૨૫ ના રોજ નો અખાત્રીજનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. આ મેળાનું આયોજન જૈન આણંદજી કલ્યાણજી પેઢી તરફથી પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારોમાં કરવામાં આવે છે. જેથી આ મેળામાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ શૈત્રુંજય ગીરીરાજ ડુંગર પર દર્શનાર્થે જતા હોય છે. આથી આ વિસ્તારોમાં “ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે તા.૨૯/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ (દિન-૨) માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની…
Read MoreDay: April 30, 2025
બોટાદ જિલ્લામાં વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી
હિન્દ ન્યુઝ, બોટાદ વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી ડો.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં કાનિયાડ – બોટાદ, ચભાડિયા – ગઢડા, અલમપર – રાણપુર અને બેલા – બરવાળા એમ ચારેય તાલુકાઓમાં પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેટરનરી પોલિકલિનિક બોટાદ દ્વારા જીંજાવદર – બોટાદમાં જાતીય આરોગ્ય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં પશુઓને જાતિય સારવાર, મેડિસીનલ સારવાર, કૃમિનાશક એમ કુલ 2065 સારવાર આપવામાં આવી હતી. પશુપાલકોને હાલના ગરમ વાતાવરણમાં પશુઓની કાળજી લેવા અંગ માહિતગાર કરાયા હતા. સાથોસાથ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રીન હસ્તે ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ અને ૩૪ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ-૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત તથા ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન…
Read Moreક્રિકેટનો મહાકુંભઃ 30 એપ્રિલથી શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, રાજકોટ શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ થી 8 મે સુધી રાજકોટ નજીક આવેલા પાળ ગામના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત સૌપ્રથમ શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)માં ગુજરાતભરમાંથી 32 ટીમો સહભાગી થશે અને આ તમામ ટીમો વચ્ચે 9 દિવસ સુધી ક્રિકેટનો જંગ જામશે. સમાજના યુવાનોનું સંગઠન મજબૂત બને, ભાઈચારો વધે અને યુવાનોના કૌશલ્યને વેગ આપવાના શુભ ઉદ્દેશથી 30 એપ્રિલ થી 8 મે સુધી શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર…
Read More