હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર     કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા,…

Read More

સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામજોધપુર      જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું સ્થાન છે. વીરતા, વિદ્યા અને ધનના આદર્શ માતા દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીજી છે. ‘માતૃદેવો ભવ:’ ની આપણી સંસ્કૃતિ સંદેશ આપે છે કે, માતાનું સાંન્નિધ્ય, આશીર્વાદ અને કૃપા સંતાનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેને સુખથી સંતૃપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. સિદસર ખાતે માતાજીના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ થયા છે ત્યારે આ માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સમાજોત્કર્ષનું પર્વ છે. સમાજની આવનાર…

Read More

‘કાંકરિયા કાર્નિવલ – 2024’ના શુભારંભ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર-શો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ની થીમ પર આયોજિત ‘કાંકરિયા કાર્નિવલ – 2024’નો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રીના વરદ્હસ્તે અમદાવાદના શહેરીજનોને આવાસ, ગાર્ડન, જિમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ જેવા શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા કુલ ₹868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ. મુખ્યમંત્રીએ ‘કાંકરિયા કાર્નિવલ – 2024’ના શુભારંભ પ્રસંગે આયોજિત કલા-સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન-શો અને લેસર-શો નિહાળ્યા હતા.

Read More

અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત વીર બાલ દિવસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગુરુ ગ્રંથ સાહેબના દર્શન-પૂજન કરી મુખ્યમંત્રીએ ગુરુદ્વારામાં લંગર સેવામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ “વીર બાલ દિવસ” છે : મુખ્યમંત્રી ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર અને ધર્મરક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વર્ષ 2022થી 26 ડિસેમ્બરે “વીર બાલ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સિદસર હેલિપેડ ખાતે આગમન

હિન્દ ન્યુઝ, જામનગર        રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે ઉજવાઈ રહેલા ૧| શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવા માટે જામનગર જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, તેમજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેતન કડીવાર, વિનુભાઈ મણવર, દિનેશભાઈ દેલવાડીયા વગેરે દ્વારા સિદસર હેલિપેડ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે કાર્યક્રમ સ્થળે જિલ્લા પોલીસ દ્વારા રાજયપાલનું ગાર્ડ ઓફ ઓનર વડે અભિવાદન કરાયું હતું.

Read More

નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સુબીર તાલુકાના વાહુટીયા ગામે નવનિર્મિત વાહુટીયા-૧ વિયરનુ લોકાર્પણ કરાયુ

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, સુબીર તાલુકાના વાહુટીયા ગામે સિંચાઈ વિભાગના રૂપિયા ૫.૯૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ સાથે જ મંત્રીશ્રીએ વાયદૂન ગામે સિંચાઈ વિભાગ હસ્તકના રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે બની રહેલા વિયરના ચાલુ કામની પણ મુલાકાત લીધી હતી.  આ પ્રંસગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમા સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામા વરસતો હોય છે ત્યારે, અહીં વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને…

Read More

હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા, સોસાયટી પ્રમુખ…

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર…

Read More