હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગુરુ ગ્રંથ સાહેબના દર્શન-પૂજન કરી મુખ્યમંત્રીએ ગુરુદ્વારામાં લંગર સેવામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.
રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ “વીર બાલ દિવસ” છે : મુખ્યમંત્રી
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર અને ધર્મરક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વર્ષ 2022થી 26 ડિસેમ્બરે “વીર બાલ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
