હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે ઉજવાઈ રહેલા ૧| શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવા માટે જામનગર જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, તેમજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેતન કડીવાર, વિનુભાઈ મણવર, દિનેશભાઈ દેલવાડીયા વગેરે દ્વારા સિદસર હેલિપેડ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે કાર્યક્રમ સ્થળે જિલ્લા પોલીસ દ્વારા રાજયપાલનું ગાર્ડ ઓફ ઓનર વડે અભિવાદન કરાયું હતું.
