હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગુરુ ગ્રંથ સાહેબના દર્શન-પૂજન કરી મુખ્યમંત્રીએ ગુરુદ્વારામાં લંગર સેવામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ “વીર બાલ દિવસ” છે : મુખ્યમંત્રી ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર અને ધર્મરક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વર્ષ 2022થી 26 ડિસેમ્બરે “વીર બાલ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
Read MoreMonth: December 2024
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સિદસર હેલિપેડ ખાતે આગમન
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે ઉજવાઈ રહેલા ૧| શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવા માટે જામનગર જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, તેમજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેતન કડીવાર, વિનુભાઈ મણવર, દિનેશભાઈ દેલવાડીયા વગેરે દ્વારા સિદસર હેલિપેડ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે કાર્યક્રમ સ્થળે જિલ્લા પોલીસ દ્વારા રાજયપાલનું ગાર્ડ ઓફ ઓનર વડે અભિવાદન કરાયું હતું.
Read Moreનર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સુબીર તાલુકાના વાહુટીયા ગામે નવનિર્મિત વાહુટીયા-૧ વિયરનુ લોકાર્પણ કરાયુ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, સુબીર તાલુકાના વાહુટીયા ગામે સિંચાઈ વિભાગના રૂપિયા ૫.૯૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ સાથે જ મંત્રીશ્રીએ વાયદૂન ગામે સિંચાઈ વિભાગ હસ્તકના રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે બની રહેલા વિયરના ચાલુ કામની પણ મુલાકાત લીધી હતી. આ પ્રંસગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમા સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામા વરસતો હોય છે ત્યારે, અહીં વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને…
Read Moreહાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા, સોસાયટી પ્રમુખ…
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર…
Read Moreજસાપર ખાતે ક્રિશ્ચન મિશનરી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પહોંચી હિન્દુ સેના નાં સૈનિકો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના ધ્રોલ તાલુકા પાસે આવેલ જસાપર ગામ ખાતે નાતાલ નિમિત્તે ક્રિશ્ચન મિશનરી દ્વારા સ્થાનિક મજૂરો તેમજ નાના કામના લોકોને એકત્રિત કરી લગભગ 250 થી 300 લોકોને સાથે રાખી મોટી પાર્ટીનું આયોજન નાતાલ ઉજવવા માટે કરેલ. તેમજ ધર્માંતરને લગતી પ્રવૃત્તિ થયેલ નાં સમાચાર ‘હિન્દુ સેના‘ ને મળતા ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ નાં માર્ગદર્શન હેઠળ ધ્રોલના હિન્દુ સેના પ્રમુખ ગૌરવભાઈ મહેતા અને તેમના સૈનિકો દ્વારા આ કાર્યક્રમને તાત્કાલિક બંધ કરાવી ધર્મપરિવર્તન ન કરવા આ લોકોને ખુલ્લી ચેતવણી આપેલ તેમજ હિન્દુ સેના નાં સૈનિકો એ…
Read Moreમૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, સુરત ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ત્રિ- દિવસીય અખિલ ભારતીય કાર્યકર્તા સંગોષ્ઠી યોજાઈ રહી છે. જેમાં દેશભરનાં 33 પ્રાંતના શિક્ષણ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત રહી મૂલ્ય આધારિત શિક્ષણનું મહત્વ અને તેના થકી વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનાં આયામો તેમજ ગુજરાતમાં અમલી શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. આ…
Read Moreરાજપીપલાની બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની આકસ્મિક શુભેચ્છા મુલાકાત કરતા શિક્ષણ મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોરે તેઓના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની પણ આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી પાસેથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ભૌતિક સુવિધા અંગેની માહિતી મેળવી હતી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું કેમ્પસ જીતનગર ખાતે નવું અધ્યતન નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર કેમ્પસનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે વાવડી ખાતે ચાલતા એડમિન બિલ્ડીંગની મુલાકાત લઈ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી અને રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા…
Read Moreધરમપુર તીસ્કરી તલાટના ખેડૂતનું ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન
હિન્દ ન્યુઝ, સુરત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તેમજ જીવામૃત, ઘન જીવમૃત બનાવવાની ટ્રેનિંગ આપે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે તેમના પિતાજીના કેહવાથી કંઈક નવું કરવાની ઈચ્છથી આશરે ૧૨ વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકશાનથી માહીતગાર થતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતે…
Read Moreએક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ • કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અપીલ • લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ યોજાઇ રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ, વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે
Read More