હિન્દ ન્યુઝ, નાંદોદ રાજય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવા શુભ આશયથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાંદોદ તાલુકા મથકે સરદાર ટાઉનહોલના પ્રાંગણમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. નાંદોદ તાલુકાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે પણ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ ટાઉનહોલ ખાતે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલની મુલાકાત કરી હતી. તેઓની સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટોલ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન…
Read MoreMonth: December 2024
નડિયાદ-ખેડા ખાતે રાજ્યકક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષા શાળાકીય (S.G.F.I) અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ ટેકવોન્ડોની સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ-ખેડા ખાતે તા. ૨૬ ઓકટોબર ૨૦૨૪ થી ૨૮ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (રાજ્યકક્ષા ટેકવોન્ડો સ્પર્ધા) યોજાઈ હતી. આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા સંસ્થાનાં કુલ ૦૯ વિદ્યાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં અંડર-૧૪ (વેટ કેટેગરી ૧૮થી ૨૧) માં ભાગ લેનાર વિદ્યાર્થી વિવેક દિલીપભાઈ વસાવાએ સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા- નર્મદા…
Read Moreરાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારી જિલ્લામાં ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, નવસારી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત આજથી રાષ્ટ્રવ્યાપી ‘૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો’ શુભારંભ થયો છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારીમાં અનાવીલ સમાજની વાડી ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની સફળતાની કામના કરીને તેમણે આ પ્રસંગે નિ:ક્ષય મિત્રો અને સ્વાસ્થ્ય કર્મીઓની કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. ક્ષય હવે સાધ્ય રોગ છે અને સમયસર સારવાર થકી તેને હરાવી શકાય છે, તેમ કહીને મંત્રી પટેલે આજથી શરૂ…
Read Moreડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના ‘સ્કિલ કોમ્પિટિશન કૌશલ્ય ઉત્સવ’ નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ડાંગ અને સમગ્ર શિક્ષા ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા કક્ષાનો વર્ષ ૨૦૨૪- ૨૫ નો ‘સ્કિલ કોમ્પિટિશન કૌશલ્ય ઉત્સવ’ સરકારી માધ્યિક શાળા આહવા ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના આ ઉત્સવમાં કુલ ૨૮ શાળાઓના ૩૯ અલગ અલગ ટ્રેડ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. જેમાં શાળાઓના એક વોકેશનલ ટ્રેનર અને ચાર બાળકો સાથે કુલ ૧૫૦ વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. શાળાના બાળકો શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં…
Read Moreસિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામક કે. વી. પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાશે
હિન્દ ન્યુઝ, નવસારી આજ રોજ R.N.G. પટેલ સાર્વજનિક વિધ્યાલય ક્રીર્કેટ ગ્રાઉન્ડ, સિસોદ્રા, નવસારી ખાતે રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર નવસારી તાલુકામાં આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના દ્રિતીય દિવસે તાલુકા પંચાયત નવસારીના પ્રમુખ પ્રતિભાબેન આહીર, સરપંચ તથા સુરત વિભાગના સયુક્ત ખેતી નિયામક (વી.) કે. વી. પટેલની વિશેષ ઉપસ્થિતી સાથે ડો. એ. આર. ગજેરા- જિલ્લા ખેતીવાડી અધિકારી, પી. બી. કોલડીયા – મદદનીશ ખેતી નિયામક અને કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા. જેમાં…
Read Moreવન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત
હિન્દ ન્યુઝ, સુરત ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૧.૫૦ કરોડના ખર્ચે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત સરકારે વિજળી, પાણી અને માર્ગો જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છેવાડાના લોકોના કલ્યાણ માટે વિશેષ કાળજી લીધી છે રાજ્ય સરકાર શહેરી વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપે છે – વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સંદિપ દેસાઈ અને ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિત
Read Moreગુજરાત હાઇકોર્ટની 21 કોર્ટ બિલ્ડિંગ સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન
હિન્દ ન્યુઝ, કચ્છ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત હાઇકોર્ટની 21 કોર્ટ બિલ્ડિંગ સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન… 🔶સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ સૂર્યકાંત, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ, કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ… 🔶 ઇ-ગુજરાત હાઇકોર્ટ માટેના વિઝન ડોક્યુમેન્ટ તથા ‘ન્યાયસેતુ’ ન્યૂઝ લેટરનું વિમોચન તેમજ ‘Digital Hybrid Hearing Platform for Family Courts with Remote Adjudication’નું લોકાર્પણ
Read Moreભારત બની રહ્યું છે ટીબી મુક્ત; મોરબી બની રહ્યું છે ટીબી મુક્ત
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં મોરબી પ્રભારી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જિલ્લા પંચાયત ખાતેથી 100 Days Intensified Campaign on TB Elimination નો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને મંત્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માત્ર આંતરમાળખાકીય વિકાસ કે જીડીપીની સાથે…
Read Moreમોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિ; ખેડુતોને આપ્યું માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, મોરબી મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોર ખીજડીયા ખાતે યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. રવિ કૃષિ મહોત્સવના પ્રસંગે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. આ ક્રાંતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગરીબો અને વંચિતો સુધી પહોંચી છે, જેથી તેમનું જીવન ધોરણ ઊંચુ આવ્યું છે. કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા તે…
Read Moreવંચિતોના વિકાસ માટે પ્રયત્નશીલ સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકો લાભ લે : કેબિનેટ મંત્રી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન/સહાય વિતરણનો “ વંચિતો વિકાસની વાટે “કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીએ ૧૨ જિલ્લાના ૧૮૪૦ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ રૂ. ૩૪૩૫. ૭૨ લાખની લોન/સહાયનું વિતરણ કર્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા ભુજ ખાતે આયોજિત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશ્વફલક…
Read More