જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરની ફળશ્રુતિ અંગે પ્રેસવાર્તા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ચિંતન શિબિરમાં રજૂ કરવામાં આવેલા વિચાર-વિમર્શ અને તેના આધારે નીપજેલા નિષ્કર્ષની ફળશ્રુતિ માટે આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસવાર્તા યોજાઈ હતી. આ પત્રકાર પ્રેસવાર્તામાં કલેક્ટરએ છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે કરાયેલા મનોમંથન અને વિકાસના રોડમેપની ફળશ્રુતિ વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, ચિંતન શિબિરમાં ફક્ત ચિંતન કરવું પૂરતું નથી પરંતુ આ ચિંતન શિબિરના આધારે નીપજેલા નિષ્કર્ષના આધારે આગામી ટૂંક જ સમયમાં જિલ્લામાં વિકાસ માટે જરૂરી પગલાઓ પણ ઉઠાવવામાં આવશે. જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો 100%…

Read More

ચિંતન શિબિરમાં ચાર જૂથ દ્વારા કરાયેલી ભલામણો અને નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યાં

જિલ્લા ચિંતન શિબિર: દિવસ-૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લાકક્ષાની ચિંતન શિબિર અંતર્ગત બે દિવસ સુધી કરાયેલા મનોમંથન બાદ વિવિધ વિષયો અને વિવિધ જૂથો દ્વારા કરાયેલી ભલામણો અને નિષ્કર્ષની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેના આધારે જિલ્લાના વિકાસ માટેનો આગામી રોડમેપ નિર્ધારિત કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ જૂથના ગૃપ લીડરોએ આ અંગે તેમના જૂથના સભ્યો અને હિતધારકો દ્વારા કરાયેલી રજૂઆતો અને આ રજૂઆતો પરત્વે ભવિષ્યમાં કયા પગલા લઈ શકાય તે અંગે કરેલું મનોમંથન રજૂ કર્યું હતું. આ ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, તબક્કાવાર…

Read More

ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્વારા સુશાસન વિષય પર સેક્શન ઓફિસર જૈનમ મહેતાનું વક્તવ્ય યોજાયું

જિલ્લા ચિંતન શિબિર: દિવસ-૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ચિંતન શિબિરના બીજા દિવસે ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્વારા સુશાસન વિષય પર સેક્શન ઓફિસર જૈનમ મહેતાનું વક્તવ્ય યોજાયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા ટેક્નોલોજીના ઉપયોગ અંગેના વકતવ્યમાં એચ.આર.એમ.એસ. સેલના સેક્શન ઓફિસર જૈનમ મહેતાએ સરકારી વ્યવસ્થાઓમાં ટેક્નોલોજીનો વિનિયોગ અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. દિવસે દિવસે દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જાય છે. ત્યારે તેમાંથી સરકારી તંત્ર પણ બાકાત નથી. આજે સામાન્ય નાગરિક જીવનને સ્પર્શતી દરેક બાબતો ઝડપી અને અસરકારક બને તે માટે વિવિધ…

Read More

“કર્મયોગ” પર જાણીતા કથાકાર મહાદેવભાઈ પ્રસાદ મહેતાનું વક્તવ્ય યોજાયું

જિલ્લા ચિંતન શિબિર: દિવસ-2 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લાકક્ષાની ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ પ્રખ્યાત કથાકાર અને વક્તા મહાદેવભાઈ પ્રસાદ મહેતાના “કર્મયોગ” પર વક્તવ્યથી થયો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દ્વિતિય દિવસના સત્રની શરૂઆત કરાવતા શ્રી મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ કર્મયોગ થકી જનકલ્યાણની વિભાવના કઈ રીતે સાર્થક કરી શકાય તેનું ચિંતન રજૂ કર્યું હતું. મહાદેવભાઈએ કર્મના સિદ્ધાંતોને વહીવટી કાર્યક્ષેત્રમાં કાર્યરત કરી અને પ્રત્યેક નાગરિકની સુખાકારી માટે કાર્ય કરવા માટેના આદ્યાત્મિક અને પૌરાણિક ઉદાહરણો સાથે રજૂઆત કરી હતી. તેમણે કર્મયોગની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, કર્મયોગ ત્યારે બને જ્યારે…

Read More

ઉમરપાડાના ચિતલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, સુરત રાજ્યમાં કૃષિ ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ઉમરપાડા તાલુકાના ચિતલદા ગ્રામ પંચાયત પરીસર ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું. ખેડૂતોએ ઉમરપાડા તાલુકાના શામપુરા ગામના અમરસિંગભાઈ વસાવાના મોડેલ કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા…

Read More

બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

હિન્દ ન્યુઝ, સુરત રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂક્યો હતો. મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ યોજનાકીય મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવ યોજવાની શરૂઆત કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે જરૂરી માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ બાબતે સમજ આપવામાં આવે છે. શ્રી પરમારે…

Read More

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી સોના-ચાંદીની પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલી નવસારી પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે દેરાસરના ટ્રસ્ટીઓને મૂર્તિઓ પરત કરવામાં આવી હતી. ચોરીનો ભેદ માત્ર ૧૬ જ દિવસમાં ઉકેલવા બદલ શ્રી સંઘવીએ નવસારી એસ.પી, નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. સુરતના વેસુ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત ચોરાયેલી મૂર્તિઓ દેરાસરને પુન: અર્પણ કરાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી આરોપીઓને ચાર…

Read More

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. ૫૦ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેને પગલે પ્રજાની સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે. તા. ૬ ડિસેમ્બરના રોજ સાંજે મંત્રીશ્રીના હસ્તે પારડી અને વાપી તાલુકામાં એક સાથે ચાર ગામ બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં અંદાજે રૂ. ૫૦ કરોડ ૪૦ લાખના ખર્ચે નવીનીકરણ થનારા ૨૭. ૫૮ કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તા અંદાજે ૨૩૫૦૦૦ની વસ્તીને સીધા ઉપયોગી બનશે. જેને પગલે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ…

Read More

પશુપાલન વ્યવસાયે કોકિલાબેનના જીવનમાં પાથર્યો પ્રકાશ : માસિક રૂ. ૧.૨૦ લાખની જંગી આવક

હિન્દ ન્યુઝ, નર્મદા ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની જીવાદોરી સમાન છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેઓ આજીવિકા માટે ખેતી-પશુપાલન પર ખાસ નિર્ભર રહે છે. પશુપાલન અને ખેતી એક સિક્કાના બે પાસા છે. “જેટલી મહેનત કરો તેટલું ફળ મળે”… ખેતી સંલગ્ન પશુપાલન ખેડૂતોના આર્થિક આજીવિકા કમાણીનું મહત્વનું અંગ છે. મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી આર્થિક પગભર બને તે માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાં પશુપાલન-ખેતી મુખ્ય છે. તે કોઈપણ સરળતાથી કરી શકે છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ખેતી-પશુપાલન જેવા ગ્રામીણ આજીવિકા…

Read More

જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના એરૂ ખાતે સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો-૨૦૨૪ યોજાયો

હિન્દ ન્યુઝ, નવસારી               કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ કરાયું – કુપોષણ મુકત નવસારી ફેઝ-૩ હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરનાર આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા આજરોજ નવસારી જિલ્લાના દયાળજી પાર્ટી પ્લોટ, ગાંધી સ્મૃતિ ફાટક નજીક, એરૂ ખાતે આઇસીડીએસ શાખા, નવસારી સહિત વિભાગીય નાયબ નિયામક સુરત ઝોનના સંયુકત ઉપક્રમે “પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત” ભૂલકાં મેળો-૨૦૨૪ તથા કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ” કાર્યક્રમ ભારત…

Read More