હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પવારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષાએ જિલ્લાના સફાઈ કર્મીઓના જીવનમાં સુધારો આવે, તેમનું પુનર્વસન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવા માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમાજની અંતિમ પંક્તિમાં બેઠેલા સફાઈકર્મીઓ સમાજના સાચા સેવક છે. જેઓ સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રહેવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરે છે ત્યારે તેમની પ્રત્યે સંવેદના અને અનુકંપાથી કાર્ય કરવા માટે તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ઉપાધ્યક્ષએ…
Read MoreDay: October 17, 2024
બોચાસણ હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માસભર સ્વાગત
હિન્દ ન્યુઝ, આણંદ ભાદરણ ખાતે જન સંવાદ કાર્યક્રમમાં સહભાગી થવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બોચાસણ સ્થિત હેલીપેડ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, અગ્રણી રાજેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિત ધાર્મિક સંસ્થાના અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવકાર્યા હતા. બોરસદની આણંદ ચોકડી ખાતે બોરસદ નગરપાલિકા તથા નગરજનોએ ભવ્ય આતશબાજી કરીને મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
Read Moreચરોતરના પેરિસ એવા આણંદ જિલ્લાના ભાદરણમાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાધ્યો જન સંવાદ
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માનવીને કોઈ અગવડ ન પડે અને તે મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના કેન્દ્ર સ્થાને સમાજનો છેવાડાનો માનવી છે.કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યા છે જેને પરિણામે લોકો આર્થિક રીતે સશક્ત થઈ રહ્યા છે. જન સંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસન નેતૃત્વના ૨૩ વર્ષની ઉજવણી વિકાસ સપ્તાહ દ્વારા…
Read More