મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી માટે ત્રીજી આંખ બનતી વેબકાસ્ટિંગ સિસ્ટમ

હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ    સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આવા જ એક પગલામાં જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે 520 જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે ઈણાજ કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો…

Read More

ચૈત્ર માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.  ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ચૈત્ર માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે…

Read More

દિવ્યાંગ મતદારોનું મતદાન મથક ખાતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ૯૨- લોકશાહીમાં તમામ લોકોનો મત અગત્ય પૂર્ણ છે ત્યારે કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વેલણ ગામના મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા દિવ્યાંગ મતદારોને પુષ્પગુચ્છ આપીને આવકારવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વિવિધ મતદાન મથકો ખાતે સખી મથક, દિવ્યાંગ મથક, આદર્શ મથક સહિતના મતદાન મથકોએ અનોખી સુવિધાઓ કરીને મતદારોને આકર્ષિત કરવામાં આવ્યાં હતાં. જિલ્લામાં ઊભી કરવામાં આવેલી આવી સુવિધાઓથી મતદારોના ઉત્સાહમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આબાલથી લઈ વૃદ્ધ સુધીના મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે, ત્યારે જિલ્લાની ચૂંટણીઓની વ્યવસ્થાઓની વ્યસ્તતાઓ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સવારે વેરાવળ ખાતે આવેલ મણીબેન કોટક શાળા ખાતે પહોંચ્યાં હતાં અને સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કાના આજે યોજાયેલા મતદાન કર્યા બાદ કલેક્ટરએ ચૂંટણી માટે એક એક વોટ કિંમતી હોય છે ત્યારે જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં વિશિષ્ટ પ્રકારના ૩૯ મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશિષ્ટ વિશેષતા ધરાવતા મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જિલ્લામાં બાણેજ,સખી, આદર્શ, દિવ્યાંગ, યુવા, ‘વસુધૈવ કુટુંબકમ‘ જેવી થીમ આધારિત મતદાન મથક પર વિશિષ્ટ વેશભૂષામાં ચૂંટણી સ્ટાફ ફરજ બજાવશે. આવો નજર કરીએ ગીર સોમનાથ જિલ્લાના વિશિષ્ટ મતદાન મથકો પર…….. 1) એક મતદાન ધરાવતું બાણેજ મતદાન મથક જિલ્લામાં ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગમાં ૩-બાણેજ મતદાન મથક માત્ર ૧ (એક) મતદાર માટે બનાવવામાં આવ્યું છે. આ બાણેજ મતદાન મથક ખાતે તમામ પોલિંગ સ્ટાફ સફેદ ટી શર્ટ તથા ECI…

Read More

આદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે.  આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવ્યાંગ મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર-સોમનાથ જિલ્લામાં ચુંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ચાર દિવ્યાંગ મથકો ઉભા કરાયા છે. જિલ્લામાં વેરાવળ, રાખેજ, ઉના અને વેલણ ખાતે દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. તેમજ દિવ્યાંગ મતદાન મથકના મતદારોને ધ્યાને રાખીને શણગારવામાં આવ્યું છે. વેરાવળ મતદાન મથકે ભૌમિકભાઈ જોષીએ મતદાન કરીને ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ મતદાન મથકની વ્યવસ્થાઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, સુદ્રઢ વ્યવસ્થાઓના કારણે પાંચ મિનિટમાં વોટીગ પક્રિયા પૂર્ણ કરી…

Read More

જિલ્લામાં ૨૮ સખી મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા મહિલાઓ મતદારો બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરીને બહોળી સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લામાં ૨૮ સખી મતદાન મથક બનાવવામાં આવ્યાં છે. સોલંકી નયનાબેનએ સખી મતદાન મથક પર મતદાન કરીને પોતાનો પ્રતિભાવ વર્ણવતા જણાવ્યુ હતુ.કે,ચૂંટણીપંચ દ્વારા મહિલાઓ માટે સખીમતદાન મથકની ઉભુ કરવામાં આવ્યુ છે.અહી મહિલાઓ સમાન સાડી પહેરીને સખી મતદાન મથકનુ સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરાયુ એ અમારા માટે ગર્વની બાબત છે.વધુમાં તેમણે લોકશાહિના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને મતદાન કરવા અપિલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તમામ પોલિંગ સ્ટાફ ECI ના લોગોવાળા (ચુનાવ…

Read More

સખી મતદાન મથકે સખીઓ મતદાન કરવા આવી

હારે સખી મંગલ ગાઓ રે… મતદાન કરવા સાથે જાઓ રે….. હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      લોકસભાની ચૂંટણીને લઈને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ રૂપે ‘સખી મતદાન મથક’ ઉભાં કરવામાં આવ્યાં છે. આ મતદાન મથક પર વેરાવળની સખીઓ પોતાની સખીના સંગાથે વહેલી સવારે મતદાન કરવા આવીને ‘હારે સખી મંગલ ગાઓ રે… મતદાન કરવા સાથે જાઓ રે…’ ની ભાવના ચરિતાર્થ કરી હતી. લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે સખી મતદાન મથકો ઉપર સખીઓ વહેલી સવારથી જ પોતાની સખીઓ સાથે મતદાન કરવા આવી હતી. વેરાવળના સખી મતદાન મથક પર યાસ્મિનબેન કાઠી,…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના પર્વનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જિલ્લાનાં નાગરિકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી. જિલ્લાના મતદાન મથકો પર મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાગરિકોમાં અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યુ હતું. મતદાતાઓને કોઈ અગવડતાના પડે તે માટે મતદાન મથક પર આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ પણ  ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લાના યુવા થી માંડી વરિષ્ઠ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ…

Read More