આણંદ જિલ્લાના મતદારોને ગમે તેટલો તાપ પડે તો પણ ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરતાં પેટલાદના દાદા ગંગારામજી કિન્નર અખાડાના દાનાકુંવર પૂજાકુંવર

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટલાદ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પી. આર. જાની દ્વારા ત્રીજી જાતિના મતદારોના સહયોગથી મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૩૧ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જે પૈકી ૧૧૩-પેટલાદ વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ૧૦૯ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જયારે ૧૦૯-બોરસદ, ૧૧૧-ઉમરેઠ અને ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગમાં ૬-૬ અને ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં ૪ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. આ તમામ થર્ડ જેન્ડર મતદારો આગામી તા.૭ મે ના મંગળવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ…

Read More

મતદાન મથકો ખાતે ટાંકણીથી લઈને લખવા માટેના ફુલ સ્કેપ કાગળ સહિત નાનામાં નાની ૨૦૦ જેટલી સામગ્રીઓની જરૂર રહે છે

હિન્દ ન્યુઝ, આણંદ        લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૭ મી તારીખે મતદાન યોજાનાર છે, ત્યારે આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી જરૂરી તમામ લેખન, સાધન-સામગ્રીની જરૂરીયાત રહે છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ નાનામાં નાની જરૂરી લેખન, સાધન – સામગ્રી પહોંચાડવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી મળેલી માહિતી અનુસાર મતદાન મથકો ખાતે સેફટી પિન્સ, અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનું ટીન, દિવાસળીની પેટી, બ્લેડ, રબર બેન્ડ, બોલ પોઇન્ટ પેન અને રીફીલ, મતદાન સામગ્રી રાખવા માટે હેન્ડલવાળું…

Read More

૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે આજે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફ કયા મતવિભાગમાં, કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે. આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના ઢોલ ઢબૂક્યા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. ત્યારે લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારોમાં થનગનાટ પણ વધી રહ્યો છે. મતદારોના ઉમંગ-ઉત્સાહને વધુ બળ આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં યોજાયેલી ‘રન ફોર વોટ’ યાત્રા સાથે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓએ મતદાર જાગૃતિ માટે ‘વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઢબૂકતા ઢોલ અને શરણાઈની સૂરાવલીઓ વચ્ચે સવારે ૭.૦૦ વાગ્યે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધીની વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

Read More

ભાવનગરમા મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ” યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે ગુલિસ્તા મેદાન ખાતેથી યોજાયેલ “રન ફોર વોટ” ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. “રન ફોર વોટ”નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાનના રુટ મા “રન ફોર વોટ” અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ એ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે આગામી તા. 7 મે…

Read More

लोकसभा हाजीपुर संसदीय क्षेत्र में कुल 14 प्रत्याशियों का नामांकन का पर्चा स्वीकृत – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार     वैशाली जिले के समाहरणालय सभा कक्ष में आयोजित प्रेस कॉन्फ्रेंस में जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने बताया कि लोक सभा आम निर्वाचन 2024 के अवसर पर नाम निर्देशन प्राप्ति हेतु अंतिम तिथि 3.5. 2024 तक कुल 22 अभ्यर्थियों ने नामांकन दाखिल किया था। शनिवार को स्क्रुटनी के बाद 8 नामांकन पत्र को अस्वीकृत किया गया और 14 अभ्यर्थियों के नामांकन पत्र को स्वीकृत किया गया।  उन्होंने आगे कहा कि मान्यता प्राप्त राष्ट्रीय और राज्य राजनीतिक दलों के अभ्यर्थियों में चिराग…

Read More

જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેઇન યોજાયું

હિન્દ ન્યુઝ, જામનગર    આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તા.5મે ના રોજ સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર બી. કે પંડયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવાકે, મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર,…

Read More

છોટાઉદેપુર મત વિસ્તારમાં આજે તા.૫ મે ના રોજ સાંજે ૦૫-૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે યોજાય તે માટે ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન પુરું થવા માટે નિયત સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા ઠરાવેલ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી મતદાર વિસ્તાર સિવાયના રાજકીય કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા સૂચવવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ જિલ્લા…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પેટલાદ સ્થિત કિન્નર સમાજના અખાડાની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, આણંદ       લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે તા.૭ મેના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે  જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પેટલાદ સ્થિત કિન્નર સમાજના અખાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પેટલાદના મદદનીશ ચૂંટણી અધિકારી પ્રગ્નેશ જાની તથા મામલતદાર પણ જોડાયા હતા. આ પ્રસંગે કિન્નર સમાજના  આગેવાન આરતીકુંવરબા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીનું ફૂલહાર તથા શાલ ઓઢાડી…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, આણંદ      આગામી તા. ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૧૦૮ – ખંભાત વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી કુંજલ શાહે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ની ૧૪૪ પ્રાથમિક શાળાઓ કે જ્યાં ૨૩૮ મતદાન મથકો ઊભા કરાયા છે ત્યાં દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ બનાવવાના વિચારને હાથમાં લઈ તમામ મથકોને વ્હીલચેરથી સજજ કરવાની નવતર પહેલ હાથ ધરી છે. જેના ભાગરૂપે રસિક્લાલ નટવરલાલ પરિખ ઓડિટોરીયમ, ખંભાત ખાતે ૧૪૪ પ્રાથમિક શાળાઓને જિલ્લા ચૂંટણી અધિકારી…

Read More