૧૮૧ અભયમ્ ટીમનું સરાહનિય કાર્ય, આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે આત્મહત્યા કરવા જતી અજાણી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી હતી અને પીડિત મહિલાના મનમાંથી આત્મહત્યા કરવાનો વિચાર દૂર કરી અને વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. વેરાવળની ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં રેલવે સ્ટેશનમાંથી એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો. આ ફોનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, એક અજાણી મહિલા આત્મહત્યા કરવાનું કહે છે. જે કહે છે કે, તેને મરી જવું છે અને હવે જીવવું નથી. જેથી આ મહિલાને સમજાવીને વેઈટિંગ રૂમમાં બેસાડ્યાં છે. પરંતુ તેઓ કશું જ જણાવતા નથી. આથી વેરાવળ…

Read More

કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું

હિન્દ ન્યુઝ, જામનગર એ.પી.એમ.સી.હાપા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેંચાણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજ્યપાલએ આ કેન્દ્રની મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓએ અપનાવેલ વિવિધ પદ્ધતિઓથી માહિતગાર થયાં હતાં. આ કેન્દ્રમાં જામનગર જિલ્લાના ઠેબા, સુમરી, ભીમકટા, જશાપર, ધ્રોલ, લતીપર, રામપર, મોટી રાફુદળ, ચેલા, દડીયા, સડોદર, નાની ભલસાણ, આણંદપર સહિતના ગામોથી પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કઠોળ, લીલાં શાકભાજી, મરી મસાલા, હલકાં ધાન્ય, હળદર, ગૌ મૂત્ર આધારિત ઉત્પાદનો, ગુલકંદ, રાગી, સ્ટ્રોબેરી, મરચું પાવડર, કીનોવા સહિતના ઉત્પાદનો…

Read More

પ્રાકૃતિક ખેતીના કારણે આજે મારુ ઉજ્જડ ખેતર મોડેલ ફાર્મ બન્યું છે – ખેડૂત સુરેશભાઈ ગાંગાણી

હિન્દ ન્યુઝ, જામનગર કાર્યક્રમમાં જોડિયા તાલુકાના માણામોરા ગામના ખેડૂત સુરેશભાઈ ગાંગાણીએ પ્રાકૃતિક કૃષિ અંગેનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે મારું ગામ જોડિયા તાલુકાનું દરિયાકાંઠાનું ગામ છે અને અહીં મારી દસ વીઘા જમીન આવેલી છે. શરૂઆતના તબક્કામાં પાંચ વીઘા જમીનમાં મેં એપલ બોર વાવવાનું નક્કી કર્યું ત્યારે ગામમાં સૌ માટે હું હાંસિપાત્ર બન્યો.લોકોએ કહ્યું ખારી જમીનમાં બાગાયત પાકનું ઉત્પાદન શક્ય નથી.તેમ છતાં મેં વાવેતર કર્યું અને એમાં જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, આચ્છાદન સહિતના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કર્યા.પરિણામે ખારપાટ જમીનમાં પણ પ્રથમ વર્ષે મને 50 હજારની કિંમતનું ઉત્પાદન પ્રાપ્ત…

Read More

ટી.બી. મુક્ત થશે ગીર સોમનાથ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટી.બીના દર્દીઓને જણાવવામાં આવ્યું છે કે, જો ટી.બી.ના લક્ષણો જણાય તો ગભરાશો નહીં અને તાત્કાલીક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી, યોગ્ય સારવાર અને તેકદારી રાખવામાં આવે તો માત્ર ૬ જ મહિનામાં ટી.બી.ના રોગમાંથી મુક્તી મળી શકે છે. ગીર સોમનાથ જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ના દર્દીઓને…

Read More