પ્રાકૃતિક ખેતીના કારણે આજે મારુ ઉજ્જડ ખેતર મોડેલ ફાર્મ બન્યું છે – ખેડૂત સુરેશભાઈ ગાંગાણી

હિન્દ ન્યુઝ, જામનગર

કાર્યક્રમમાં જોડિયા તાલુકાના માણામોરા ગામના ખેડૂત સુરેશભાઈ ગાંગાણીએ પ્રાકૃતિક કૃષિ અંગેનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે મારું ગામ જોડિયા તાલુકાનું દરિયાકાંઠાનું ગામ છે અને અહીં મારી દસ વીઘા જમીન આવેલી છે. શરૂઆતના તબક્કામાં પાંચ વીઘા જમીનમાં મેં એપલ બોર વાવવાનું નક્કી કર્યું ત્યારે ગામમાં સૌ માટે હું હાંસિપાત્ર બન્યો.લોકોએ કહ્યું ખારી જમીનમાં બાગાયત પાકનું ઉત્પાદન શક્ય નથી.તેમ છતાં મેં વાવેતર કર્યું અને એમાં જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, આચ્છાદન સહિતના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કર્યા.પરિણામે ખારપાટ જમીનમાં પણ પ્રથમ વર્ષે મને 50 હજારની કિંમતનું ઉત્પાદન પ્રાપ્ત થયું. પ્રાકૃતિક ખેતીના કારણે એપલ બોર મીઠાશ અને પોષક તત્વોથી ભરપૂર બન્યા અને લોકોમાં ખૂબ વખણાયા. આજે ઘરે જ મારા તમામ એપલ બોરનું વેંચાણ થઈ જાય છે અને મારે યાર્ડમાં વેચાણ અર્થે નથી જવું પડતું.પ્રાકૃતિક કૃષિના કારણે મારુ ઉજ્જડ ખેતર આજે સાચા અર્થમાં મોડેલ ફાર્મ બન્યું છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી.

 

 

Related posts

Leave a Comment