હિન્દ ન્યુઝ, જામનગર
એ.પી.એમ.સી.હાપા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેંચાણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાજ્યપાલએ આ કેન્દ્રની મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓએ અપનાવેલ વિવિધ પદ્ધતિઓથી માહિતગાર થયાં હતાં. આ કેન્દ્રમાં જામનગર જિલ્લાના ઠેબા, સુમરી, ભીમકટા, જશાપર, ધ્રોલ, લતીપર, રામપર, મોટી રાફુદળ, ચેલા, દડીયા, સડોદર, નાની ભલસાણ, આણંદપર સહિતના ગામોથી પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કઠોળ, લીલાં શાકભાજી, મરી મસાલા, હલકાં ધાન્ય, હળદર, ગૌ મૂત્ર આધારિત ઉત્પાદનો, ગુલકંદ, રાગી, સ્ટ્રોબેરી, મરચું પાવડર, કીનોવા સહિતના ઉત્પાદનો પોતાના કૃષિ સ્ટોલમાં પ્રદર્શન તથા વેંચાણ અર્થે રજૂ કર્યા હતા.