પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જામનગર તાલુકાના મજૂરી કામ કરતા મંજુલાબેનને મળ્યું પાકું ઘર

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર તાલુકાના શેખપાટ ગામના ખેત શ્રમિક મંજુલાબેન કૈલાશભાઈ ચાવડાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અન્વયે પાકું મકાન મળ્યું છે. લાભાર્થી શ્રી મંજુલાબેન ચાવડાએ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, ”અમે ખેતરોમાં કામ કરીને અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. આ યોજનાનો લાભ મળ્યા પૂર્વે અમે કાચા ઘરમાં રહેતા હતા. જેનાથી અમારા પરિવારને અનેક અગવડનો સામનો કરવો પડ્યો હતો. મેં પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે જાણકારી મેળવીને ફોર્મ ભર્યું હતું. જેમાં રૂ.1 લાખ 30 હજારની સહાય મંજુર થઈ જતા અમને ઘણો લાભ મળ્યો છે. સુંદર અને…

Read More

આઇટીઆઇ જામનગર ખાતે તા.12 ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.૧૨ના રોજ આઇટીઆઈના સેમિનાર હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે હાજર રહેવા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.    

Read More

ધ્રોલમાં આવતીકાલે તા.09 ફેબ્રુઆરીના જોબફેરનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, ધ્રોલ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા આવતીકાલે તારીખ 09 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, ખારવા રોડ, ધ્રોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર હાજર રહેવા માટે જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  …

Read More

શિવરાજપુરમા જમીન પચાવી પાડતા આરોપીઓને ઝડપી પાડતી જસદણ પોલિસ

હિન્દ ન્યુઝ, જસદણ        જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે રહેતા રમેશભાઇ લક્ષ્મણભાઈ સોલંકી દ્વારા ફરીયાદ કરેલ કે, મારા માતાની માલિકીની કાયદેસર જમીન જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે સર્વે નં 310 પૈકી હે.આર 1-40-63 જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈ પણ દાવા વગર જમીન પચાવી બાબતે ફરિયાદ કરતા જસદણ પોલિસ દ્વારા ગુનો નોંધી IPC કલમ 504, 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની મુજબ કલમ 4,5 મુજબ ગુનો નોંધી જસદણ પોલિસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપી વિરજીભાઈ રવજીભાઈ મકવાણા, ગોવિંદભાઈ જગાભાઈ મકવાણા તેમજ ચેતનભાઈ ઉર્ફ દુદાભાઈ પુંજાભાઈ…

Read More

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા મહિલા સશક્તિકરણનાં કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત        સુરત માં વસતા વિવિધ પરિવારો પૈકી શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા તા. ૭ અને તા. ૮ ફેબ્રુઆરી દરમિયાન મહિલા સશક્તિકરણ માટેનાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર ના પ્રમુખ ડો.જગદીશ વઘાસીયા એ જણાવ્યું કે, શ્રી વઘાસીયા પરિવાર સુરત માટે વર્ષ ૨૦૨૪-૨૫ નું વર્ષ સિલ્વર જ્યુબીલી વર્ષ છે અને આ ઉજવણી ના ભાગ રૂપે વર્ષ દરમિયાન ૨૫ કરતા વધારે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. આ સિલ્વર જ્યુબીલી વર્ષ ની ઉજવણી માં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો માટે અલગ અલગ…

Read More