હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં બાગાયત ખાતા હસ્તકની નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર દ્વારા નાળિયેર રોપા (દેશી)નું વેચાણ શરૂ છે. આથી જે કોઈ ખેડૂતભાઈઓને દેશી નાળિયેરીનાં રોપાની જરૂરિયાત હોય, લેવા ઇચ્છતા હોય તો તેઓએ ફળ રોપા ઉછેર કેન્દ્ર-નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર રૂબરૂ આવી ખરીદી કરવાની રહેશે. દેશી નાળિયેર રોપા લેવા ઇચ્છુક ખેડુતોએ ૮-અ (ઓરીજનલ) અને આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. એક રોપા દીઠ રૂ.૭૦/-ના ભાવે વહેલા તે પહેલાનાં ધોરણે રોપા આપવામાં આવશે. નર્સરીનાં કામકાજનાં દિવસે સવારે ૮ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ સુધીમાં રોપા લેવા રૂબરૂ…
Read MoreDay: December 30, 2023
ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક…
Read Moreલોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ યોજાશે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ સાથે રવિવારથી ત્રણ બેઠકોમાં વિષયવાર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સાથે શિક્ષણ સંગોષ્ઠિ યોજાશે. રવિવાર તા.૩૧ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે ‘નઈ તાલીમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ સંગોષ્ઠિ યોજાશે. અહી મંગળવાર તા.૨ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન ‘ગ્રામાભિમુખ સંશોધન અને નવીનીકરણ’ સંગોષ્ઠિ લાભ મળશે. ત્રીજા ભાગમાં શુક્રવાર તા.૫ બપોરે…
Read Moreભાવનગર જિલ્લામાં ઘઉંની જીવાતોનું નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લામાં ઘઉંની જીવાતોનું નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. જેમાં વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંનાં ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકનાં વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ ઇ.સી. ૧.૫ લિટર દવા ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી ઘઉંનાં ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીનાં ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે-તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે…
Read Moreભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા. ૦૬/૦૧/૨૦૨૪ નાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાની વયજુથમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, બ- વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષની વયજુથ સુધીનાં જેટલા પણ સ્પર્ધકોએ કચેરી ખાતે અરજી ફોર્મ મોકલેલ છે તેઓએ તા.0૬/૦૧/૨૦૨૪ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે…
Read Moreજિલ્લાકક્ષા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા વહિવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, વયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જિલ્લાકક્ષા /મહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીત, સમુહગીત, લગ્નગીત, લોકગીત/ ભજન, ગરબા, રાસ, લોક નૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક,…
Read Moreअनुसूचित जाति-अनुसूचित जनजाति अधिनियम अंतर्गत मृतक के आश्रित को दी गई सरकारी नौकरी
हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी वैशाली यशपाल सिंह मीणा की अध्यक्षता में समाहरणालय कार्यालय कक्ष में शनिवार को संपन्न हुई। वैशाली जिला अनुकंपा समिति की बैठक में अनुसूचित जाति-अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम 1989 के नियम 1995 तथा समय समय पर यथा संशोधित नियम 15 (1) (घ) के तहत मृतक के आश्रित सूरज कुमार, पिता स्वर्गीय बिरजू पासवान को सरकारी सेवा में समूह (घ) के पद पर बहाल करने का निर्णय लिया गया। वैशाली जिला कल्याण पदाधिकारी मो.साजिद के द्वारा बताया गया है कि जिला में इस तरह की…
Read Moreઝાલોદ પંથકમાં નવીન રસ્તાઓ નું કામકાજ પુરઝડપે શરુ
હિન્દ ન્યુઝ, ઝાલોદ ઝાલોદ પંથકમાં છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલતમાં રોડ હોવાની વિગતો તેમજ રજૂઆતો જણાય આવી હતી. જેમાં બિસ્માર રોડની હાલત હોવાના કારણે ધૂળ તેમજ નાના મોટા ખાડાઓ ના કારણે અકસ્માત સર્જાયા હોય તે સંદર્ભે વારંવાર વોર્ડ ના સભ્યો ને જાણ કરતા રહેતા હોવાના પગલે તેવો દ્વારા ઝાલોદ નગરપાલિકા ના વહેવટદાર ને બિસ્માર રોડ તોડીને લોકોની સહુલત પ્રમાણે નવીન રોડ બનાવા લોકો વતી માંગ કરી હતી. તે અનુંસધાને હાલ ઝાલોદ નગર ના અનેક વિસ્તાર વલકતળાઈ હનુમાનજી મંદિર રોડ તથા લુહારવાડા રાયણ ફળિયા અષ્ટ વિનાયક સોસાયટી જેવા…
Read Moreઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની લીમડી નગરમાં ભવ્ય શોભયાત્રા
હિન્દ ન્યુઝ, ઝાલોદ ૩૦ ડિસેમ્બરે ના રોજ જય જય શ્રી રામના નારોઓ સાથે ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની લીમડી નગરમાં ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવી. ઝાલોદ તાલુકાના લીમડી ગામે અયોધ્યામાં થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમત્તે ઝાલોદ તાલુકાના લીમડી નગર માં અયોધ્યા થી અક્ષત કળશ આવેલ ની રામ ભક્તો તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તાઓ દ્વારા લીમડી નગરમાં અક્ષત કળશને રામજી મંદિર થી લઈ નગરમાં ઢોલક ના તાલે નાચતે ગાજતે જય શ્રી રામ ના નારો સાથે ભવ્ય શોભા યાત્રા…
Read Moreવેરાવળ તાલુકાના ભીડિયા ખાતે સેવાસેતુ” કાર્યક્રમને ખુલ્લો મુકતાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યમાં છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યા છે. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે વેરાવળ તાલુકાના “કેવટ ભુવન”ખારવા સમાજની વાડી, ભીડિયા ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારેલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ આજે સવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ કેવટ ભુવન”ખારવા સમાજની વાડી, ભીડિયા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રીએ પ્રારંભ…
Read More